AdSense

Friday, 13 April 2018

મોગલ વંદના

તું આગળ તું પાછળ મોગલ
તું નભ ને ધરતીમાં
તું જળમાં તું સ્થળમાં મોગલ
તું અંતર મધુવનમાં,

તુજ પાસે કોઈ આવે મોગલ
ખાલી હાથ ન જાવે,
માંગે જો કોઈ ખોબો મોગલ
તું દરિયો દઈ જાયે...

તારી પાસે આવતું છોરું
મા - મા કરતું રડતું
તારા અંતર આશિષથી એ
વાહ - વાહ કરતું જાતું...

તુજને બોવ શુ કહેવું મોગલ
તારા છોરું છઇયે,
લળી લળી , બે હાથ જોડીને
તુજને વંદન કરીએ,
હે મા ! તુજને વંદન કરીએ,
મોગલ ! તુજને વંદન કરીએ...

કુળદેવી મા મોગલના ચરણે
નાની એવી ભેટ...

Friday, 23 March 2018

માર્ચ 23

     ભરપૂરતા વિચારવાનું અત્યારથી જ કેમ ન શરૂ કરી દો ? ગરીબ હોવું એ સદગુણ નથી એ બાબત બરોબર જાણી લો. ધન પોતે સારી કે ખરાબ વસ્તુ નથી એ તમે સમજો એવી મારી ઈચ્છા છે.
એ માત્ર છે.
એ ઉપયોગ કરવા માટે છે.
પૈસા સંગ્રહ કરવા માટે નથી, એને ફરતા રાખવા જોઈએ.
એ શક્તિ છે અને શક્તિ સાથે શાણપણપૂર્વક કામ પાડવું જોઈએ.
વીજળી શક્તિ છે અને તમે એને મૂર્ખતાપૂર્વક વાપરતાં નથી.
એમ કરવા જાઓ તો એ તમારો વિનાશ કરે.
તો પછી પૈસાનો ઉપયોગ શા માટે બેજવાબદારીપૂર્વક કરવો ?
જ્યારે તમે આત્માની સાચી સ્વતંત્રતા સ્વીકારી શકશો ત્યારે તમે મર્યાદિતતાના, અભાવના બધા ખ્યાલો ખંખેરી નાખી શકશો.
તમારી પાસે જે કાંઈ છે તે બધું વિવેકપૂર્વક વાપરતાં શીખો, એવી સમજ સાથે કે હું તમને જે બક્ષુ છું તે સઘળું મારા યશ ને મહિમા માટે વપરાવું જોઈએ.
મારી સઘળી સુંદર અને સંપૂર્ણ ભેટોના તમારે સારા કારભારી થવું જોઈએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

Thursday, 22 March 2018

માર્ચ 22

       તમે સાચું જ કાર્ય કરવાને, સાચો જ માર્ગ લેવાને તીવ્રપણે ઝંખો છો ત્યારે તમે એ કરો છો. તમારા માર્ગમાં આવી પડનારાં પ્રલોભનોનું સ્વરૂપ પિછાણી શકવા અને તેમનો સામનો કરી શકવા જેટલાં મજબૂત તમારે બનવું જોઈએ.
તમે પ્રલોભન પર વિજય મેળવો છો ત્યારે દરેક વખતે તમને એમાંથી એક આંતરિક શક્તિ અને સ્થિરતા મળે છે અને એ તમને કોઈ પણ બાબતનો દ્રઢતાથી સામનો કરવાને શક્તિમાન બનાવે છે.
મારી રીતો ઘણી વિચિત્ર છે, પણ યાદ રાખો કે મારી દ્રષ્ટિમાં આખુંય ચિત્ર છે, જ્યારે તમે એનો માત્ર થોડોક અંશ જ જુઓ છો.
જીવનના ખેલમાં હું સઘળાં અભિનેતાઓને જોઉં છું,
તમે સાવ તમારી નજીકના હોય તેમને જ જુઓ છો.
એક પછી એક હું તેમને માર્ગ બતાવું છું,
તેઓ એને અનુસરે છે અને એ આખીય વિશાળ યોજનામાં તેમની ભૂમિકા ભજવે છે.
આમ યોજના પૂર્ણ રૂપમાં ઉદ્દઘાટિત થતી જાય છે.
એનું આ ઊઘડવું જુઓ અને એની અદ્દભૂતતામાં રાચો.
કૃતજ્ઞ હૃદયથી, ભરપૂર હૃદયથી એનો સ્વીકાર કરો અને જે કાંઈ બની રહ્યું છે તેમાં મારો હાથ નિહાળો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.