રવિવાર, 7 જુલાઈ, 2013

મારું પ્રિય કાવ્ય

મારું પ્રિય કાવ્ય

અમે નિસરણી બની ને દુનિયામાં ઉભા રે...
ચડનારા કોઈ નો મળ્યા  હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..

માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..

નામ રે બદલાવ્યા અમે  પથિકો ને કાજે,
કેડો  બની ને જુગ જુગ સુતા રે...
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..

 કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરી ને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા  હો.. જી..

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..

" કાગ " બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..

અમે નિસરણી બની ને દુનિયામાં ઉભા રે...
ચડનારા કોઈ નો મળ્યા  હો.. જી..

ઉપર નું કાવ્ય કવિ શ્રી દુલા ભાયા કાગે લખેલું છે. આપ સૌ સમક્ષ મુકતા આનંદ થાય છે.
જ્યારે પણ આ કાવ્ય ગાવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હું એકદમ સંવેદનશીલ થઇ જાઉં છું તેથી આ કાવ્ય ક્યારેય પણ હું આખું નથી ગઈ શકતો.....
આવું શા માટે થાય છે તેની તો મને ખબર નથી.
કદાચ....
.
.
સમજી ગયા ને ???  :P ;)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.