પ્રાર્થના વગરનું જીવન રિક્ત અને અર્થશૂન્ય છે, કારણ કે પ્રાર્થના તમારા ઉચ્ચતર અંશ સાથેનો એ સંવાદ છે, જે તમારી સમક્ષ આ ભવ્યોજ્જ્વલ જીવનની સભરતા છતી કરે છે; અને એ જ તમારો સાચો વારસો છે. તમારી પ્રાર્થના અત્યંત વિધેયાત્મક અને રચનાત્મક થવા દો, અને તમે કશા માટે હજુ પ્રાર્થના પણ કરો, તે પહેલાં તે મળનાર વસ્તુ માટે આભાર માનો.
તમે પ્રાર્થના કરતાં હો ત્યારે, સકળ જીવનમાં રહેલી એકતાનો અનુભવ કરો જ્યાં કોઈ જુદાઈ નથી, કારણ કે સઘળું એક જ છે.
પ્રાર્થના સહુને સાંકળે છે, તે બધાંને ભેગા લાવે છે અને પૂર્ણ ઐક્ય સર્જે છે.
મારી સાથે વાત કરો અને મને સાંભળો.
મારી પાસે આ કે તે યાચવામાં સમય ન બગાડો,
કારણ કે એ કાંઈ સાચી પ્રાર્થના નથી.
યાચના કરવી એટલે પૃથકતા સર્જવી અને હું તો આખોય વખત તમે એકત્વ સર્જાતા રહો એમ ઈચ્છું છું.
આપણે એક છીએ.
હું તમારી અંદર છું.
મારે માટે તમારે બહાર શોધ કરવાની નથી.
તમે મને ઓળખો એની રાહ જોતો હું તો હંમેશ અહીં જ છું.
હું તમારામાં 'ને તમે મારામાં,
આપણી એ એકાત્મતાને હવે પિછાણો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 17 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 17
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
સંસ્કૃત સંભાષણ શીખો !
Sanskritwala's संस्कृत संभाषणम् Sanskritwala's संस्कृत संभाषणम् ...
-
નોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે...!! આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, જે સત્ય હો, તે તો સળંગ સત્ય હો...
-
આજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢનો પ્રથમ દિવસ... કવિરાજ કાલીદાસનો જન્મ દિવસ, અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ.....
-
આજે મેં ફિલ્મ "Rockstar" નું "કુન ફાયા" ગીત સાંભળ્યું, એ પહેલા આપણાં ઋગ્વેદ ના "नासदीय सूक्तम" નું પારાય...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.