ગુરુવાર, 21 એપ્રિલ, 2022
એપ્રિલ 21 | ઊઘડતાં દ્વાર અંતરનાં
શુક્રવાર, 23 માર્ચ, 2018
માર્ચ 23
ભરપૂરતા વિચારવાનું અત્યારથી જ કેમ ન શરૂ કરી દો ? ગરીબ હોવું એ સદગુણ નથી એ બાબત બરોબર જાણી લો. ધન પોતે સારી કે ખરાબ વસ્તુ નથી એ તમે સમજો એવી મારી ઈચ્છા છે.
એ માત્ર છે.
એ ઉપયોગ કરવા માટે છે.
પૈસા સંગ્રહ કરવા માટે નથી, એને ફરતા રાખવા જોઈએ.
એ શક્તિ છે અને શક્તિ સાથે શાણપણપૂર્વક કામ પાડવું જોઈએ.
વીજળી શક્તિ છે અને તમે એને મૂર્ખતાપૂર્વક વાપરતાં નથી.
એમ કરવા જાઓ તો એ તમારો વિનાશ કરે.
તો પછી પૈસાનો ઉપયોગ શા માટે બેજવાબદારીપૂર્વક કરવો ?
જ્યારે તમે આત્માની સાચી સ્વતંત્રતા સ્વીકારી શકશો ત્યારે તમે મર્યાદિતતાના, અભાવના બધા ખ્યાલો ખંખેરી નાખી શકશો.
તમારી પાસે જે કાંઈ છે તે બધું વિવેકપૂર્વક વાપરતાં શીખો, એવી સમજ સાથે કે હું તમને જે બક્ષુ છું તે સઘળું મારા યશ ને મહિમા માટે વપરાવું જોઈએ.
મારી સઘળી સુંદર અને સંપૂર્ણ ભેટોના તમારે સારા કારભારી થવું જોઈએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ગુરુવાર, 22 માર્ચ, 2018
માર્ચ 22
તમે સાચું જ કાર્ય કરવાને, સાચો જ માર્ગ લેવાને તીવ્રપણે ઝંખો છો ત્યારે તમે એ કરો છો. તમારા માર્ગમાં આવી પડનારાં પ્રલોભનોનું સ્વરૂપ પિછાણી શકવા અને તેમનો સામનો કરી શકવા જેટલાં મજબૂત તમારે બનવું જોઈએ.
તમે પ્રલોભન પર વિજય મેળવો છો ત્યારે દરેક વખતે તમને એમાંથી એક આંતરિક શક્તિ અને સ્થિરતા મળે છે અને એ તમને કોઈ પણ બાબતનો દ્રઢતાથી સામનો કરવાને શક્તિમાન બનાવે છે.
મારી રીતો ઘણી વિચિત્ર છે, પણ યાદ રાખો કે મારી દ્રષ્ટિમાં આખુંય ચિત્ર છે, જ્યારે તમે એનો માત્ર થોડોક અંશ જ જુઓ છો.
જીવનના ખેલમાં હું સઘળાં અભિનેતાઓને જોઉં છું,
તમે સાવ તમારી નજીકના હોય તેમને જ જુઓ છો.
એક પછી એક હું તેમને માર્ગ બતાવું છું,
તેઓ એને અનુસરે છે અને એ આખીય વિશાળ યોજનામાં તેમની ભૂમિકા ભજવે છે.
આમ યોજના પૂર્ણ રૂપમાં ઉદ્દઘાટિત થતી જાય છે.
એનું આ ઊઘડવું જુઓ અને એની અદ્દભૂતતામાં રાચો.
કૃતજ્ઞ હૃદયથી, ભરપૂર હૃદયથી એનો સ્વીકાર કરો અને જે કાંઈ બની રહ્યું છે તેમાં મારો હાથ નિહાળો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 21 માર્ચ, 2018
માર્ચ 21
વસંત આવી છે.
નવો યુગ આવ્યો છે.
નિંદ્રામાંથી જાગો અને આ સમયની અદ્દભૂતતા જુઓ, કારણ કે તમે જેમાં જીવી રહ્યા છો તે આ કાળ ખરેખર અદ્ભૂત છે.
જે કે બની રહ્યું છે અે સર્વમાં અત્યુત્તમ નિહાળો.
પરિવર્તન ની અપેક્ષા રાખો અને તેમની સાથે રહો.
એને અટકાવે એવું કશું તમારામાં ન હોય તે જુઓ.
જે નવું છે, અજ્ઞાત છે તેનાથી કદી ભય ન પામો.
નિર્ભયપણે તેમાં પગ મૂકો - એવી જાણ સાથે કે હું સદૈવ તમારી સાથે છું અને હું કદી તમને છોડી જઇશ કે તજી દઈશ નહિ.
દરેકેદરેક વસ્તુમાં મને પિછાણો,
મારો આદર - મારો મહિમા કરો.
જાણો કે તમે જેમાં ગતિ કરી રહ્યા છો તે સુવર્ણયુગ છે, એટલે અત્યારે જે પરિવર્તનો થઈ રહ્યા છે તે વિશે ચિંતા ન કરો કે તેની સામે સંઘર્ષ ન કરો.
તેજોજ્વલ પ્રભાત પહેલા ગાઢ અંધારું આવે જ છે.
પ્રભાત ઉગી રહ્યું છે.
અે સંપૂર્ણ લયમાં ઊગી રહ્યું છે.
એને ઊગતું કોઈ અટકાવી શકે તેમ નથી.
સમગ્ર વિશ્વ આ સંપૂર્ણ લયમાં કામ કરે છે તો તમે શા માટે નહિ??
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 20 માર્ચ, 2018
માર્ચ 20
તમે જે કાંઈ વિચારો, જે કાંઈ કરો, જે રીતે વર્તો તેની દુનિયાની પરિસ્થિતિ પર જબરદસ્ત અસર થતી હોય છે.
એટલે જીવનની ઊજળી બાજુ જોવાનું, ઊભી થતી દરેક પરિસ્થિતિમાં ઉત્તમ તત્વ જોવાનું અત્યારથી જ શરૂ કરી દો.
તમે પુરતા ઊંડાણથી જોશો તો તમને અે મળશે.
અે હોય જ છે.
પણ ઘણી વાર એટલું ઢંકાયેલું હોય છે કે લુપ્ત થઈ ગયેલું લાગે.
જે લોકો ખરેખર મને ચાહે છે અને દરેક બાબતમાં પ્રથમ મને રાખે છે તેમના કલ્યાણ માટે બધી બાબતો સાથે મળીને કામ કરે છે.
તમારી શ્રદ્ધા મજબૂત અને અચળ હોવી જોઈઅે.
પરિસ્થિતિ ગમે તેટલી ધેરી અને ગમગીનીભરી લાગતી હોય, એમાં ટકી રહેવા માટે તમે તૈયાર હોવા જોઇએ.
એમાં સુધારો થાય તે પહેલા એને વધુ વણસતી જોવાને પણ કદાચ તમારે તૈયાર રહેવું પડે.
માત્ર એટલું જાણી લો કે બધું જ યોગ્ય સમયે, પરિપૂર્ણ સ્વરૂપે બનશે અને અે સઘળું મારા હાથમાં છે.
ઊંડેથી સમજી લો કે હું સર્વમાં છું, સર્વત્ર છું, એવું કોઈ સ્થળ નથી જ્યાં હું ન હોઉં;
અને અંતિમ લક્ષ્ય પૂર્ણતાનું છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
સોમવાર, 19 માર્ચ, 2018
માર્ચ 19
ખુલ્લી કિતાબ જેવા બનો, જેમાં કશું સંતાડેલું ન હોય અને જેનું દરેક પાનું બધાને વાંચવા માટે ખુલ્લું હોય.
તમારે કશું સંતાડવાનું ન હોય ત્યારે તમને સમજાશે કે સંપૂર્ણપણે મુક્ત હોવું,
બંધનહીન હોવું એટલે શું.
તમારા હૃદયમાં જે હોય એમાં બીજાને ભાગીદાર બનાવી અને હાંસીપાત્ર થવાનો ભય ન રાખો.
મારા સંબંધો, મારી દિવ્ય ઉપસ્થિતિ સબંધે ખૂબ સભાન રહો અને નાના બાળક જેવા સરળ બનો.
સરળતા અે આ આધ્યાત્મિક જીવનની નિશ્ચિત નિશાની છે.
એમાં અટપટુ લાગતું હોય તો અે તમારું પોતાનું કરેલું છે.
એટલે તમારો અે તરફનો અભિગમ બદલી નાખો અને શું થાય છે તે જુઓ.
મેઘધનુષ પકડવા માટે દોડવામાં વખત ન બગાડો.
તમને જે જોઈયે છે અે બધું જ તમારી રાહ જુએ છે.
તમારે માત્ર એટલું જ કરવાનું છે:
શાંત સ્થિર થઈને,
સમય લઈને,
અે અંદર છે તેને ખોળો અને તમને અચૂક અે મળશે જ.
ઉત્તર ત્યાં રહેલો જ છે.
ખૂબ ધેર્ય રાખો,
મારી નિકટ રહો,
યોગ્ય સમયે બધું જ તમારી સામે પ્રગટ થશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
માર્ચ 18
તમે જે કરો છો તેમાં તમારું હૃદય છે? તમે જે કરો છો તેમાં પ્રેમ અને પૂર્ણ નિષ્ઠાની મહોર ન હોય તો તમે નવું સ્વર્ગ અને નવી ધરા નહિ સર્જી શકો.
તમે ભલેને ગમે તે કરતાં હો, જે કરતાં હો તે મારા યશ અને મહિમા કાજે કરો.
પછી તમે અે એકદમ સુંદર રીતે કરવા ઈચ્છશો.
યાદ રાખો કે, કોઈ પણ કામ ફકત અે કરવાનું છે એટલા ખાતર કરતાં નહિ.
કામ પ્રત્યે તમારો એવો ભાવ હોય તો અે શરૂ કરતાં પહેલાં એકાંતમાં જતાં રહો, કૃપા (વાંછો) અને સૂર મેળવો.
તમારું વલણ બદલાય અને તમે અંદરથી શાંતિ અને સંવાદિતા અનુભવો, તે પછી જઈને અે કામ કરો.
તમારું વલણ યોગ્ય હશે તો તમને જણાશે કે તમે અે કામ પૂરેપૂરું સરસ રીતે કરી શકો છો, એટલું જ નહિ, અે ધણી વધારે ઝડપથી પણ કરી શકો છો, જે કાંઈ કરવાનું છે તે સુયોગ્ય ભાવ સાથે કરી શકો તેવા લોકો જેમ વધુ હશે તેમ વધુ જલદીથી મારું સ્વર્ગ પૃથ્વી પર અવતાર શકાશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શનિવાર, 17 માર્ચ, 2018
માર્ચ 17
તમને સઘળું જ્ઞાન અને સઘળું શાણપણ એકી વારે ન મળે.
અે ધીરે ધીરે અંદરથી ઉદ્દઘાટીત થાય.
જીવન અે સતત થઈ રહેલું ઉદ્દઘાટન છે.
તમે બાળક હતા ત્યારે તમારે કેટલાક પાયાના નિયમો શીખવાના હતા.
આગ ને અડવા તમે હાથ લંબાવતા ત્યારે તમને કહેવામાં આવતું કે અે બહુ ગરમ છે, એનાથી દાઝી જવાશે.
પણ તમે જો અે વાત માની ન હોય અને પોતાની મનમાની કરીને આગને અડ્યાં હો તો દાઝી ગયા હો અને તમેં ખૂબ પીડા થઈ હોય.
એમ છતાં, એમાંથી તમે, ફરી એને ન અડવાનું તો શીખ્યાં જ હો.
આ આધ્યાત્મિક જીવનમાં કેટલાક પાયાના પાઠ શીખવાના છે.
તમે એનું પાલન ન કરો તો એના પરિણામ તમારે ભોગવવા પડે.
કેટલાક લોકો બહુ ઝડપથી શીખે છે એન વધુ મોટા પાઠ શીખવા તૈયાર હોય છે અને છેવટ જતાં તેઓ એવો સુર મેળવે છે કે પછી તેમણે પાઠ શિખવાપણું રહેતું નથી.
પછી તેઓ પૂર્ણ સંવાદિતામાં, પ્રત્યેક વસ્તુ સાથે એકરૂપ થઈને જીવન સાથે વહે છે.
ચેતનાની આ પરમોચ્ય અવસ્થા છે, જ્યાં છેવટે દરેકે પહોંચવાનું છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 16 માર્ચ, 2018
માર્ચ 16
તમારી અંદર હરીફાઈનો ભાવ જરા પણ ન રહેવા દો. જ્યારે તમને એમ સમજાઇ જાય કે સમગ્રમાં દરેકે પોતપોતાનો ચોક્કસ ભાગ ભજવવાનો છે ત્યારે સ્પર્ધાનો આખોયે ભાવ ચાલ્યો જશે અને તમે હળવાં, નિરાંતવા થઈ શકશો, તમે તમે જ બની રહેશો.
તમે જે નથી તે થવાનો પ્રયત્ન છોડી દો તો જીવન કેટલું સાદું ને સરળ થઈ જાય !
સમગ્રની રચનામાં તમારે તમારો ભાગ ભજવવાનો છે, તો એ તમારાથી શક્ય તેટલી ઉત્તમ રીતે અદા કરો.
હું તમને એકબીજાને ચાહવા માટે કહું છું.
તમે એ કરો છો ?
કે તમે માત્ર સહિષ્ણુ બની રહો છો અને બહાના કાઢો છો કે કેટલાંક લોકો સાથે તો હળીભળી શકાય જ નહીં, કારણ કે તેમની ને તમારી વચ્ચે બે ધ્રુવ જેટલું અંતર છે ?
તમે બધા જ મારા પ્રિયજનો છો.
તમે જેટલું જલદી આ સમજી લો તેટલું વધુ સારું,
કારણ કે મારી દ્રષ્ટિમાં તમે બધાં એક છો અને મારો પ્રેમ દરેક પ્રત્યે સમાનપણે વહે છે.
તમે જ્યારે માઈ સાથેની એકતા સ્વીકારી શકશો ત્યારે એકબીજાં સાથેની તમારી એકાત્મતા સ્વીકારવાને શક્તિમાન બનશો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ગુરુવાર, 15 માર્ચ, 2018
માર્ચ 15
એ બાબત તમને ચેતનાનો સ્તર ઊંચો રાખવામાં સહાય કરશે, જેથી તમે કશી મુશ્કેલી વગર આગળ વધી શકો.
તમે જે કાંઈ કરો, બોલો, વિચારો તેમાં મને લઈ આવો.
તમારી સઘળી બાબતોમાં મને સહભાગી બનાવો.
તમારે જ્યારે કશું સંતાડવાનું નથી હોતું ત્યારે જ તમે પ્રાણની સાચી સ્વતંત્રતા શું, એ જાણો છો.
તમે મુક્ત હો એમ હું ઈચ્છું છું.
જેથી મારી અદ્ભૂતતાઓ તમારી સમક્ષ પ્રગટ થઈ શકે અને તમારી અંદરની કોઈ બાબત તેને અટકાવે નહીં.
ઘણું બધું છે જે ઉદ્દઘાટિત થવાની રાહ જુએ છે.
હજુ એની માંડ શરૂઆત થઈ છે.
સ્વપ્નમાં પણ ન વિચાર્યા હોય એવાં આશ્ચર્યો અને સૌંદર્યોની કલ્પના કરો, તે પોતાનું પ્રાગટ્ય કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
એ નવા વિચારો, નવા નિયમો, નવી રીતિઓવાળા નવા જગતમાં ડગ માંડવા જેવું હશે.
નવા યુગનું દર્શન હંમેશાં તમારી સમ્મુખ રાખો.
તમે જોશો કે બહુ સ્વાભાવિક રીતે તમે એમાં ગતિ કરી રહયાં છો અને એ તમારો પોતાનો જ બનશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 14 માર્ચ, 2018
માર્ચ 14
તમારું કામ નવું સ્વર્ગ અને નવી ધરા સર્જવાનું છે, એટલે મુશ્કેલીઓ ને સંકટો, રોગ અને પીડા, દુનિયાના સંઘર્ષો અને યુદ્ધો વિશે વાગોળ્યા ન કરો.
તમારી જાતને એમાં ગુથાવા ન દો; તમે એમ કરશો તો તમે રોગનો ભાગ બનશો, ઉપચારનો નહિ.
તમારી ચેતનાને તમે ઊચે લઈ જશો ત્યારે દુનિયાની તકલીફોની અસરથી તમે મુક્ત બનશો.
પછી , તમારી આસપાસ જે બધું છે તેની સાથે તમે જીવશો અને તેનો સાથે કામ કરશો, છતાં અે તમને કોઈ રીતે સ્પર્શશે કે અસર કરશે નહિ.
અતિશય ચેપી રોગો વચ્ચે મુક્તપણે કામ કરવા માટે ડોક્ટર કે પરિચારિકા એના પ્રભાવથી અસ્પૃષ્ટ હોવા જોઈએ અને એમનામાં ભય તો બિલકુલ હોવો જ ન જોઈએ.
દુનિયાની પરિસ્થિતિને તમે વણસતી જુઓ ત્યારે જરા પણ ભય ન પામો.
કદી હતાશ ન થાઓ.
ફકત શ્રદ્ધાને વળગી રહો.
તમારું મન મારામાં સ્થિત રાખો અને જાણો કે બધું જ બરોબર, એકદમ બરોબર છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 13 માર્ચ, 2018
માર્ચ 13
તમારા મનને ફરી નવું બનાવવા થકી તમારું રૂપાંતર થાઓ.'
સાપ એની જૂની કાચળી ઉતરી ન નાખે તો વૃદ્ધિ પામી શકે નહિ.
કોચલું તોડ્યા વિના મરઘીનું બચ્ચું ઈંડામાંથી બહાર નીકળી શકે નહિ.
માના ગર્ભમાંથી બહાર નીકળી આવ્યા વિના બાળક જન્મી શકે નહિ.
પરિવર્તન માટેની આ કુદરતી પ્રક્રિયાઓ છે.
આ પ્રક્રિયાઓ પોતાના ક્રમ પ્રમાણે બને છે અને એને કશું અટકાવી શકતું નથી.
જો બચ્ચાંમાં કોચલું તોડીફોડી ને બહાર નીકળી આવવાની શક્તિ ન હોય તો એ મરી જાય.
દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે.
તમે અે પરિવર્તનોને આવતા અટકાવવાનો પ્રયત્ન કરી શકો, કારણ કે તમે જ્યાં છો ત્યાં તમને સલામતી ને સુરક્ષિતતા અનુભવાય છે અને અજ્ઞાતમાં સંચાર કરવાને બદલે તમને જે જ્ઞાત છે એની મર્યાદામાં રહેવાનું કદાચ તમે વધુ પસંદ કરો; પણ અે બંધનમાં તો તમે ગૂંગળાઈ ને મારી જશો.
અત્યારે જે કાંઈ બની રહ્યું છે તે બધાની સાથે બદલવાની જરૂરિયાતને સમજો અને સ્વીકારો.
તમારા હૃદયને ઉપર ઊચકી લો, આ પરિવર્તન માટે આભાર માનો અને એના ભાગરૂપ બનો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
સોમવાર, 12 માર્ચ, 2018
માર્ચ 12
લેશમાત્ર સંશય વિના જાણો કે જ હું પૂર્ણ છું તેમ તમે પૂર્ણ છો અને તમારામાં કોઈ ખોડ નથી.
આ પળથી જ તમારી અંદર જે સૌથી ઉત્તમ તત્વ છે તે જોવાનું શરૂ કરી દો અને અે રીતે તમારામાંથી અે અત્યુતમને જ બહાર લાવો.
અે તમારી અંદર ઊંડાણમાં છે જ,
પણ અે એટલું ગુપ્તપણે રહેલું છે કે એને દેખવાનું અઘરું છે.
આપણે એક છીએ એવું જ્યારે તમને સમજાશે ત્યારે તમને તમારામાં અતિ ઉતમના દર્શન થશે, તમારી જાતને લઘુ માનતા તમે અટકશો અને તમારા સાચા સ્વરૂપનાં સઘળાં ખોટા ચિત્રોને દૂર હટાવશો.
તમને પોતાને ફરી ફરી કહેતા રહી કે: હું અને પરમ પિતા એક છીએ, એટલે સુધી કહો કે એનો કંઇક અર્થ તમારી અંદર ઊતરવા માંડે.
તમે ખૂબ નિરાશ સ્થિતિમાં, ભગ્નોત્સાહ હો ત્યારે શાંતપણે તમારી જાતને અે કહો; અને વિષાદ ને આત્મદયાના કાદવમાંથી ધીરે ધીરે ઉપર ઊઠી રહ્યા છો અે અનુભવો.
ફરી ફરી અે કહેતા જ રહો, તમને અે શબ્દની યથાર્થતા નો અનુભવ થાય, સમગ્ર જીવનની એકાત્મતા તમે જોઈ શકો અને તમે અે જીવનના ભાગરૂપ છો એમ તમને જણાય ત્યાં સુધી એમ કહેતા જ રહો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
રવિવાર, 11 માર્ચ, 2018
માર્ચ 11
મારા નિયમોની સાથે રહીને કામ કરો, એનાથી વિરુદ્ધ જઈને નહિ.
એની વિરુદ્ધમાં રહીને તમે કામ કરો છો ત્યારે તમે એવી લડાઈ કરો છો જેની હાર નિશ્ચિત છે.
એમાં તમને કશું મળતું નથી.
તમારી અંદર તાણ હોય ત્યારે અંદર શોધ કરો અને શાની સામે તમે લડો છે કે જેથી અે તાણ ઊપજે છે, તે શોધી કાઢો.
ખાતરીથી જોજો કે ત્યાં કંઇક એવું છે જે તમારી પ્રગતિને અટકાવે છે, તમારા સર્વોચ્ચ શુભને પામતા તમને રોકે છે.
તમારી એકમાત્ર ઈચ્છા મારી મરજીને અનુસરવાની અને મારા માર્ગોએ ચાલવાની રાખો, અે થતું અટકાવે એવી કોઈ જ આડખીલી વચ્ચે ઊભી ન થવા દો.
સમય કાઢીને તમે શોધ કરશો તો, તમારી માટે મારી શી ઇચ્છા છે તેની તમને જાણ થશે, અને પછી કશા અચકાટ વિના એનું પાલન કરવું અે તમારા હાથમાં છે.
તમે સંવાદિતામાં જીવતાં ને કામ કરતા હો ત્યારે તમને સાચી સ્વતંત્રતા નો, હૃદય - મન- પ્રાણની સ્વતંત્રતાનો અર્થ સમજાશે.
અકથ્ય શાણપણ અને સમજનો પ્રવાહ તમારામાં વહેતો તમને જણાશે.
તમે ચેતનાની આ અવસ્થામાં હો ત્યારે , નવું સ્વર્ગ અને નવી ધરા અવતરવામાં મદદ માટે હું તમારો ઉપયોગ કરી શકીશ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શનિવાર, 10 માર્ચ, 2018
માર્ચ 10
જે તમારા ઉપયોગ માટે છે, તેનો ઉપયોગ કેમ કરતા નથી?
તમારા ઓરડામાં વીજળીની બત્તી હોય તેનો શો અર્થ છે, જો તમે અે ચાલુ કરી ઓરડાને અજવાળાથી ભરી દેતા ન હો! શક્તિ અને સહાય માટે મારી તરફ મીટ માંડતા રહી, તમારી પ્રતીક્ષા કરી રહેલી પેલી બધી અદ્ભુત ભેટોનો તમે ઉપયોગ કેમ ન કરો?
તમારા પોતાના જોર પર મથામણ કરવાનું બંધ કરો, કારણ કે જ્યારે તમે મને જાણશો અને મને ચાહશો ત્યારે તમે મારા વિશે, મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે નિરંતર સચેત રહેવા ઈચ્છશો.
તમે અંજવાળામાં ચાલવાની ઈચ્છા કરશો, કારણ કે જ્યાં પ્રકાશ હોય ત્યાં પછી અંધારું રહેતું નથી.
તમે રચનાત્મક, વિધેયાત્મક હો છો અને અે રીતે જીવો છો ત્યારે અે દ્વારા તમે પ્રકાશ નું નિર્માણ કરો છો; એટલે તમારી અંદરની કોઈ નિષેધક બાબત એ પ્રકાશને ઝાંખો ન પડે તે જુઅો.
બધી નિષેધક બાબતો તમારામાંથી ખરી ન પડે અને આખોય વખત તમે વિધેયાત્મક રીતે જીવતાં ન શીખો ત્યાં સુધી કદાચ તમારે અે વિશે સભાન પ્રયત્નો કરવાની જરૂર પડે.
શરૂઆત માં તમારે અે વિશે ખાસ્સી કોશિશ કરવી પડે,
પણ ધીમે ધીમે તમારા માટે અે શ્વાસ લેવા જેટલું સહજ બની જશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 9 માર્ચ, 2018
માર્ચ 09
તમે બીજાઓને સેવાભાવે આપતા શીખો છો, તેમ એનાથી તમારું હૃદય ખુલે છે અને ખૂલેલું રહે છે.
મુક્તપણે અને આનંદથી તમે જેટલું વધારે આપો એટલો વધુ પ્રેમ તમારામાંથી બહાર રેલાય છે અને એટલો વધુ પ્રેમ તમે તમારા ભણી ખેચો છો.
તમે જેટલો વધારે પ્રેમ આપશો એટલો વધારે મેળવશો.
અે નિયમ છે.
પ્રેમનો તરત ને તરત પ્રતિસાદ ન મળે તો એથી કદી નાહિંમત ન થતાં.
માત્ર જાણો કે વહેલામોડું અે બનશે.
એટલે પ્રેમને વહેતો રાખો, કારણ કે પ્રેમ કદી 'ના ' - એવો જવાબ સ્વીકારતો નથી; પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી.
પ્રેમ કઈ ગોકળગાય જેવો નથી.
એનો અસ્વીકાર થાય કે ઇનકાર થાય ત્યારે અે પોતાની અંદર સંકોરાય જતો નથી.
અે બીજો ગાલ ધરે છે અને પ્રેમ કર્યા જ કરે છે.
તમે અે કરી શકો?
તમારા એકલાની શક્તિથી અે ન કરી શકો, પણ મારી સાથે રહીને તો તમે ગમે તે કરી શકો.
બધોય વખત મારી મદદ માંગો, હું તમને કદી નિરાશ નહીં કરું.
તમને જણાશે કે તમે પ્રેમ કરી શકો છો, કરી શકો છો અને સહેજ પણ મુશ્કેલી વગર અે કરતાં જ રહી શકો છો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ગુરુવાર, 8 માર્ચ, 2018
માર્ચ 08
આ દુનિયામાં તમે કંઇક શુભ લાવવા માટે છો.
જરૂરત સર્વ જીવો પ્રત્યે પ્રેમ, પ્રકાશ અને શાણપણ પ્રસરવા માટે તમે અહી છો.
તમારે કાર્ય કરવાનું છે અને આ કાર્ય તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે તમારી પોતાની જાતને વ્યવસ્થિત કરી હોય અને અખિલ સાથે એકરૂપ થઈ શક્યા હો; જ્યારે તમે દૂર ઊભા રહી, અખીલાઈથી તમારી જાતને અળગી પડતા ને ટીકા કરતા ન હો.
તમારી આસપાસના બધા લોકો સાથે તમને એકાત્મતા લાગે છે?
દુનિયામાં સંબંધે તમારામાં શાંતિ છે કે તમારા વિચારો સંઘર્ષાત્મક, ટીકાત્મક, વિનાશાત્મક છે?
હમેશાં યાદ રાખો કે પ્રેમ, આનંદ અને સુખ એક સુયોગ્ય વાતાવરણ સર્જે છે અને સમાન વિચારના લોકોને નજીક ખેચી લાવે છે.
એટલે તમારું પોતાનું નિરીક્ષણ કરો અને આ પળથી જ, કેવળ ઉત્તમોત્તમ ને તમારા ભણી આકર્ષવાનું શરૂ કરી દો.
આંખના પલકારામાં તમે તમારાં વલણ ને દૃષ્ટિબિંદુ બદલી શકશો.
તો, આવું કેમ ન કરો?
સમગ્ર જીવનના સૂર સાથે સૂર મિલાવો અને સઘળી સમજણની પાર જે શાંતિ રહેલી છે તે પામો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 7 માર્ચ, 2018
માર્ચ 07
તમે તમારી અંદર શાંતિ અને સંવાદિતા પામી શક્યા ન હો ત્યાં સુધી દુનિયામાં શાંતિ અને સંવાદિતા સર્જવાની તમે આશા રાખી શકો નહિ.
તમારે પોતાથી જ શરૂઆત કરવી જોઈએ; એક નાનકડી શરૂઆત કરી એને વિકસવા અને વિસ્તારવા દેવી જોઈએ.
એક વિશાળ વટવૃક્ષ નો આરંભ એના સાવ નાનકડા ફળમાં થયો હોય છે, અને છતાં એ નાનકડા ટેટામાં બધું જ રહેલું હોય છે.
જગતની શાંતિ તમારી અંદર ધારણ થયેલી છે, તો પછી એને એટલી વિકસવા ને વિસ્તારવા કેમ ન દો, કે છેવટે અે અંદર સમાય ન શકે અને બહાર ફેલાઇ પડે અને અે સાથે દુનિયામાં શાંતિ અને સંવાદિતા લઈ આવે! અે તમારી અંદર આરંભાય છે, એટલે દુનિયામાં શાંતિ અને સંવાદિતા લઈ આવવામાં સહાય કરવા માટે તમારે જ અત્યંત મહત્વનો ભાગ ભજવવાનો છે, તે પ્રત્યે સજાગપણે સભાન થાઓ.
ખૂણે ઉભા રહી દુનિયાની પરિસ્થિતિ માટે બીજાને કદી દોષ ન આપો પણ તમે પોતે જ ક્રિયાશીલ બની અે વિશે કશુંક કરો.
આમ, મારી મરજી પ્રમાણે કાર્ય કરતાં, મારા માર્ગ ચાલતા, મારો મહિમા કરતા પૂર્ણ શાંતિ ને પામો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 6 માર્ચ, 2018
માર્ચ 06
એકી વખતે તમે એક જ વિચાર કરી શકો .
એટલે ધ્યાન રાખો કે વિચાર રચનાત્મક, વિધેયાત્મક, પ્રેમમય હોય; અને પછી તમે જોશો કે તમે રચનાત્મક બાબતો જ કહો છો અને પ્રેમમય રીતે જ કામ કરો છો.
હકીકતમાં તમારું સમગ્ર દૃષ્ટિબિંદુ વિધાયક બનશે અને તમારું જીવન પ્રેમ, આનંદ, સુખ, આરોગ્ય, સફળતા અને સંવાદિતાથી ભરાઈ જશે.
તમે અતિ આળા હો અને તમારામાં નકારાત્મક તેમજ વિનાશક વિચારો હોય ત્યારે અે તમારા સમગ્ર વ્યક્તિત્વને નબળું બનાવે છે, તમારું દૃષ્ટિબિંદુ ઝાંખું પડી જાય છે, તમે હતાશા અનુભવો છો અને શારીરિક રીતે માંદા પણ થઈ જાઓ છો.
તમારી ખોટી વિચાર- રીતીને કારણે તમે પોતે જ તમારી આ સ્થિતિ સર્જો છો, અે સમજવાની કોશિશ કરો.
એને બદલો અને તમે બધું જ બદલી નાખશો.
કદાચ તમે એમ કલ્પના કરતાં હશો કે તમે ઘણી બધી મુશ્કેલીઓથી ધેરાયેલા છો અને તમારી અે આખી પરિસ્થિતિ જ તમારી નકારાત્મક મન: સ્થિતિ માટે જવાબદાર છે; પણ ખરેખર શું એમ છે? તમારા વિચારો શું તમારા પોતાના નથી?
તમારી ચેતનાને ઉચે લઈ જવા માટે પ્રેમાળ, વિધેયાત્મક રચનાત્મક વિચારો કરવા માટે તમે શું સ્વતંત્ર નથી?
આ બાબત જ તમારી સુખાકારી સર્જે છે.
પસંદગી હમેશાં તમારા જ હાથમાં હોય છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.