ઘણું બધું કરવાનું છે પણ તમારે તમારી શક્તિઓને યોગ્ય દિશામાં વહાવતાં શીખવું જોઈએ; અનેક પ્રવૃત્તિઓમાં ચંચુપાત કરીને અે શક્તિને વેરવિખેર કરી નાખવી જોઈએ નહિ.
એવું સહેલાઇથી બની જતું હોય છે, એટલે અહીં જ સ્વયં- શિસ્તની જરૂર પડે છે.
તમારે ક્યું કાર્ય કરવાનું છે તે શોધી કાઢવું જોઈએ અને પછી સીધાં એમાં જ લાગી જવું જોઈએ.
સેંકડો જુદાં જુદાં કામ અજમાવી જોવાના પ્રલોભનથી લોભાવું ન જોઈએ.
અલબત્ત, વૈવિધ્ય તો જોઈએ અને તમારે નમનીય પણ થવું જોઈએ.
પણ એનો અર્થ એ નહિ કે તમે તમારી શક્તિઓને વેરવિખેર કરી નાખો.
ઘણાં બધા કામ કરવાં અને ખરાબ રીતે કરવા એના કરતાં એક જ કામ કરવું અને પૂર્ણપણે કરવું એ ઘણું વધારે સારું છે.
હું તમને કહું છું કે તમે ઘણાં કામમાં હાથ ન નાખો પણ જે જે કામ હાથમાં લો તે બધાં કામમાં પૂર્ણતાવાદી બનો.
શીખવા માટે તત્પર રહો અને એમ કદી ન માનો કે તમે બધા જવાબ જાણો છો. હંમેશા કંઇક નવું શીખવાનું હોય જ છે.
તમે જે કામ સંપૂર્ણતા કરવાનું જાણતા હો, તે કરતાં શીખો.
તમારા ધોરણો ઉંચામાં ઊચા રાખો...
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 02
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
સંસ્કૃત સંભાષણ શીખો !
Sanskritwala's संस्कृत संभाषणम् Sanskritwala's संस्कृत संभाषणम् ...
-
નોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે...!! આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, જે સત્ય હો, તે તો સળંગ સત્ય હો...
-
આજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢનો પ્રથમ દિવસ... કવિરાજ કાલીદાસનો જન્મ દિવસ, અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ.....
-
આજે મેં ફિલ્મ "Rockstar" નું "કુન ફાયા" ગીત સાંભળ્યું, એ પહેલા આપણાં ઋગ્વેદ ના "नासदीय सूक्तम" નું પારાય...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.