શનિવાર, 12 જાન્યુઆરી, 2019

શ્રી સાંગાબાપા ગૌશાળા - સાવરકુંડલા

સાવરકુંડલામાં વિજયનગર રોડપર આવેલી શ્રી સાંગાબાપા ગૌશાળા એટલે જાણે ગૌમાતા માટેનું સ્વર્ગ.
શ્રી નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળાની આગવી ખાસિયત એ છે કે તેમાં ફક્ત બિમાર, અશક્ત, લુલી, લંગડી, કૅન્સર ગ્રસ્ત ગાયોની એકદમ નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે.
ગૌશાળાના આ નિઃસ્વાર્થ સેવા યજ્ઞ ની સાથે સાથે શ્રી સાંગાબાપા અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે જેમાં 24 કલાક ભુખ્યાને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન મળી રહે છે.
સાથે સાથે સાંગાબાપા પક્ષીતીર્થ પણ આ જ ગૌશાળાના પ્રાંગણમાં આવેલું છે. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર તથા પાલન પોષણ થાય છે.
નિઃસ્વાર્થ ભાવે ચાલતી આ ગૌશાળા અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.
આખી ગૌશાળા સંપૂર્ણ પણે CCTV કેમેરાની નજર હેઠળ છે. તથા ગૌમાતાને આનંદ આવે એ હેતુથી ગૌશાળામાં ઉત્તમ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે જેમાં વહેલી સવારે વાંસળી-વીણા-પખાવજ-મૃદંગ વગેરે ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી ગૌમાતાને સંભળાવવામાં આવે છે.
આ ગૌશાળાની ભૂમી એટલી પાવન છે કે અંદર પ્રવેશતા જ આપણને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય જ.
વિશેષ વાત તો એ છે કે આ ગૌશાળા ફક્ત ને ફક્ત બિમાર ગૌમાતાની સેવાના ઉદ્દેશ્યથી જ બનાવેલી હોઈ આ ગૌશાળામાં એકપણ દુજણી ગાય રાખવામાં આવી નથી. જેથી કરી ને નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા આ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી જનાર્દન ભાઈ તેરૈયા સહિત સૌ આગેવનો પોતાના ઘર માટેનું દૂધ પણ વેચાતું લઈ રહ્યા છે.
આવી સુંદર અને ગાયોમાટે સ્વર્ગ સમાન ગૌશાળાની એકવાર અચૂક મુલાકાત લઈ ત્યાંની સેવા પ્રવૃત્તિઓ નિહાળવા જેવી છે.
ગૌપૂજન-દર્શનનો લ્હાવો લેવા તથા ગૌસેવા માટે દાન આપવા સંપર્ક કરો
મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જનાર્દનભાઈ તેરૈયા.
મોબાઈલ નં. 9998909791
ટ્રસ્ટી શ્રી નીરવભાઈ જાની
મોબાઈલ નં. 9974102117

ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી દાન આપવા નમ્ર અનુરોધ કરીયે છીએ.

આ ગૌશાળાને આપેલ દાન ઇન્કમટેક્સની કલમ 80-G હેઠળ 100% કરમુક્તિ ને પાત્ર છે.

બેંક વિગત:-
ખાતા નં.37316447540
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,
દરબાર ગઢ શાખા,
સાવરકુંડલા-364515

આભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.