લેબલ Love સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Love સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 17 જૂન, 2013

પ્રેમ કરવો એટલે...!!!

પ્રેમ કરવો એટલે ??
પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું.....!!!

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.
પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. 
ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. 
પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.
દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. 
એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.
નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, ’દાદા ! તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?
’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે." દાદા એ નર્સ ને કહ્યું. 
"પાંચ વરસથી? શું થયું છે એમને?" નર્સે પૂછ્યું. 
"એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે." દાદાએ જવાબ આપ્યો.
મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી, "દાદા, તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?"
 દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,"ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી...!!!"
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, "દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?"
દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,
"બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે..??!!!"
*
સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર. ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર...!!!!!!!

કારણ કે પ્રેમ એટલે ? પ્રેમ.  એટલે ? પ્રેમ બીજું કશું જ નહિ...!!

લી. તું ...

બુધવાર, 5 જૂન, 2013

પ્રેમપ્રતીક્ષા

પ્રેમપ્રતીક્ષા : સાથી તેરે નામ, એક દિન જીવન કર જાયેંગે...

 જો દેખને મેં બહુત કરીબ લગતા હૈ
 ઉસી કે બારે મેં સોચો તો ફાસલા નીકલે...!! (વસીમ બરેલવી)
*******************
સૌથી પહેલા હિન્દી ભાષાનાં મશહૂર કવિ વિકાસ કુમાર ની આ કવિતા વાંચો ...

જબ જબ ભી તુમ કહેતે થે ઔર હમ ચુપ ચુપ સે રહતે થે
ઔર ઇતના ઇતના હંસતે થે કિ આંખ સે આંસુ બહતે થે
જબ તેરી મેરી આંખો મેં બસ, એક સે સપને ચલતે થે
હમ અપની ધુન મેં જીતે થે ઔર જલનેવાલે જલતે થે
ઉન લમ્હોં કી યાદોં સે જો એક બૂંદ આંસુ નિકલા
તબ હમ તુમસે પૂછેંગે કિ કૌન બુરા થા, કૌન ભલા
ઝીલ કિનારે, ખીલે સિતારે ટુક ટુક બૈઠે, તુમ્હેં નિહારે
આંખો હી આંખો મેં ખેલેં હમ તુમ કિતને ખેલ ન્યારે
મૈં જીતું તબ ભી તુમ જીતો તુમ જીતો, તબ ભી હમ હારે
જીત તુમ્હારી, ખેલ તુમ્હારા મૈં ભી તેરા, સાથ તુમ્હારે
ઉન શામોં કા સૂરજ તેરી નજરોં મેં જો કભી ઢલા
તબ હમ તુમસે પૂછેંગે કિ કૌન બુરા થા, કૌન ભલા!
(વિકાસ કુમાર)
********************
કોને કહેવાય સાચો પ્રેમ? જેટલા જીવન, એટલા જવાબ. પણ સાચો પ્રેમ એ તો ખરો જ કે જેમાં રાહ જોવાનું પેઇન હોય, પણ કમ્પ્લેઇન ન હોય! જેમાં કોઇ દિલના ટુકડા પણ કરી નાખે, તો એ ટુકડાઓથી પણ એના પર એ કચડીને ચાલ્યા ગયેલા કદમોને ચાહ્યા કરીએ! બંગાળના બાઉલો એક સરસ ગીત ગાતા હોય છે કે 'કાચા ફળને ધોકા મારીને નરમ બનાવી શકાય, પણ એ પાકયું ન હોય ત્યાં સુધી મીઠું તો ન જ લાગે!'
આવું જ પ્રેમસંબંધનું છે. પરાણે જીવતરના, આયખાના, દેહના તાર તો જોડી શકાય. પણ પેલી મહોબ્બતની મીઠાશ તો સમય જતો જાય, પણ તો યે ભરતી ઓસરતી ન જાય, એવા અંદર ઉમટતા ફીલિંગ્સના ઘોડાપૂરમાંથી જ આવે! સાચો પ્રેમ જોગંદરના ખપ્પર જેવો હોય. એ બલિદાન માંગે. લોહીના છાંટણા કરીને બીજાના આંગણે સાથિયા ચીતરવા પડે. પાણીના બનેલા શરીરમાં કશુંક ખુંચે, તો લોહી નીકળે, પણ લોહીના બનેલા હૃદયમાં કંઇક ખુંચે તો આંખમાંથી દરિયા જેવું ખારૃં-ઉનું પાણી ટપકે! પ્રેમ તો એક શબ્દ છે, પણ પ્રેમ કરનારાની ચાહતનું ઝનૂન, એના સમર્પણની ઉદારતા, એના દર્દની દિલાવરીથી એ શબ્દને અર્થ મળતો હોય છે. કહેવાય છે કે આ એક એવી માયા છે, જે સ્વયં એના જાદુગરને સંમોહિત કરી નાખે છે! પ્રેમનું ગણિત ઉલ્ટું છે. પ્રેમ જો પૂરો ન થાય, અધૂરો રહે તો ગુણાકાર પામી વધતો જાય છે. એટલે જ પ્રેમની કથાઓ કયારેય વાસી થતી નથી. સ્ટોરી ઓફ લવ કેન ઓવરટેઇક ટાઇમ...!!
*****
બસ, થોડીક રાહ જુઓ, The Great Gatsby ની વાર્તા ગુજરાતીમાં આપની સમક્ષ લઈને આવીશ . . . અને એ પણ આપડા લોકપ્રિય ગુજરાતી કોલમિસ્ટ શ્રીમાન જય વસાવડા ની કલમે ... 
*****
આપનો "નીરવ જાની"

રવિવાર, 26 મે, 2013

રિલેશનશિપમાં રિપ્લેસમેન્ટ

"રિલેશનશિપમાં રિપ્લેસમેન્ટની સુવિધા હોતી નથી"


ઉપર ના વાક્ય ને એક સુપ્રસિદ્ધ ફિલ્મીગીત વડે સમજવાનો પ્રયાસ કરીએ...

જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે... ગીતનું ખરું દર્દ તો કોઈ આપણાથી છૂટી જાય, થોડા સમય માટે દૂર ચાલ્યું જાય કે પછી ફરી ક્યારેય પાછું ન આવી શકે એટલું દૂર થઈ જાય ત્યારે વિશેષ અનુભવાતું હોય છે.
 અંગત દિલ-ઓ-જાનની વિદાય ટૂંકા ગાળાની હોય કે કાયમી, તે વસમી જ હોય છે.

 વિદાય વસમી નીવડવાનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ વહાલી વ્યક્તિનું રિપ્લેસમેન્ટ ક્યારેય મળતું હોતું નથી.
દુનિયામાં અબજો લોકો છે પણ કોઈ એક વ્યક્તિ આપણી ખાસ હોય, એના જેવી બીજી વ્યક્તિ કદાપિ આપણને મળતી નથી.
દરેક વ્યક્તિ અનોખી હોય છે અને એથી પણ અનોખી હોય છે આપણી તેના સાથેની રિલેશનશિપ.
એક મિત્ર કે સંબંધીના ગયા પછી અનેક લોકો સાથે મૈત્રી બંધાતી હોય છે, સંબંધો વિકસતા હોય છે પણ પેલા મિત્ર કે સંબંધીની જે ખોટ હોય છે તે તો ક્યારેય પૂર્ણપણે પુરાતી નથી હોતી.
જી હા, હું એવી જ કોઈ વ્યક્તિ વિષે વાત કરી રહ્યો છું જે આ પોસ્ટ વાંચતી વખતે સતત તમારી નજર સમક્ષ હાજર થઇ ગઈ હતી ...
અને એટલે જ કહી શકાય કે રિલેશનશિપમાં રિપ્લેસમેન્ટની સુવિધા હોતી નથી.
.
સાચું ને દોસ્તો ???
.
મને મારા વ્હાલા દાદીમાં આજે ખૂબ જ યાદ આવ્યા એટલે આ લખ્યું ...
તમને કોણ યાદ આવ્યું ???
લખી શકો તો કોમેન્ટ માં લખજો, નહીતર ફેસબુક પર મેસેજ કરીદેજો ...
.
અભાર ....

સોમવાર, 13 મે, 2013

જીવનના હકારની કવિતા


જીવનના હકારની કવિતા, દરેક પ્રેમીઓ માટે...

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી-,
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો - ચાલ્યા કરો બસ એ જ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો
જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો
ચમકતાં આંસુનો - જલતા જીગરનો સાથ મળવાનો
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો
ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં
કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો
ફક્ત દુઃખ એજ છે એનું તરસ છીપી નથી શકતી
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો
- શેખાદમ આબુવાલા

ઘણીવાર એવું બને છે કે, બધું જ મેળવી લેવાની લ્હાયમાં ને લ્હાયમાં જે પાસે છે તે પણ ગુમાવવું પડતું હોય છે. ઘણીવાર મેળવવાની એટલી બધી ઉતાવળ હોય કે મેળવી લીધા પછીનો રોમાંચ આપણામાંથી નીકળી ગયો હોય...! વાત હોય, વ્યક્તિ હોય કે વસ્તુ.... હદમાં જ સારી, હદથી વધે પછી વકરી જવાનો સંભવ રહે છે. ધીરજથી કેળવાયેલું કામ સમજમાં 'શાન'નો ઉમેરો કરે છે. પ્રણય તો એક હદથી આગળ વધે તો ગૂંગળામણ અનુભવાય છે, અકળામણ અનુભવાય છે. પ્રેમ આવેગ અને ધીરજનાં પલ્લામાં 'સમતોલ' થવો જોઈએ. વધારે પડતો વરસાદ ખેડૂત માટે અછતની સ્થિતિ નિર્માણ કરે છે, વધારે પડતો વરસાદ ખેતીને માફક નથી રહેતો. વધારે પડતો પ્રણય જીવનની લેતી-દેતીને માફક નથી આવતો...!
ગર્વ હોવો જોઈએ પણ અભિમાનની કક્ષાનો નહિ. સર્વને સ્વીકારી શકે એવો હોવો જોઈએ. છતાં પણ કોઈક આપણી સામે ગર્વ કરે, એનો પાવર બતાવવાનો પ્રયત્ન કરે તો સૂર્યની સામે ન દેખાતા તારલાં થઇ જવું. આપણી ગેરહાજરી આપણા વ્યક્તિત્વને સાલે છે, આપણા અસ્તિત્વને નહિ... પ્રેમ મૃત્યુ નથી પામતો એટલે કે એની અગન અમર છે, એ ભસ્મ ન બની શકે... વિરહની રસ્મમાંથી પસાર થનારો બની શકે... જેને બધાએ ત્યજી દીધો છે એ પથિક પોતાને રસ્તે પોતાનો જ સથવારો બને છે. એણે હાથીની ચાલ રાખવી. કૂતરાનું ભસવું નામક્કર હોય છે એ કબૂલ પણ એનાથી હાથીની ચાલ ગભરાઈ જાય એ તો ક્યાંથી શક્ય બને?
પ્રેમ એક એવો સમુદ્ર છે જેને કિનારો નથી... પ્રેમીઓની હોડી સદાય પ્રેમના સમુંદરમાં તરતી રહે છે. જેને ડૂબીને તરી જવું છે એના માટે પ્રેમ છે. જેણે તરીને કિનારો શોધવો છે એના માટે સંબંધો છે... અને આ તો પ્રેમની 'પાવક જ્વાલા' છે. અહીયાં રસ્તો શોધવાનું, જાતે ચાલવાનું, જેને પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ વગર પણ જીવવાનું... બધું જશક્ય છે... જલતા જિગર અને ચમકતાં આંસુઓ સાથે પ્રેમનો રસ્તો અંધારિયો નથી લાગતો...
ક્યારેક કારણ વગર પ્રેમની પૂનમને ઉદાસીની અમાસ બેસે છે. મનની નગરીમાં એવાં ઘણાં તોફાનો છે જેનો અણસારો કે વર્તારો નથી હોતો, પણ એ હોય છે... શાંત જળનો વલોપાત પાણીમાં રહેતી માછલીઓને સમજાતો હશે! વારંવાર તરસ છીપાવ્યા પછી પણ લાગતી તરસ પ્રેમમાં એકરસ બની જાય છે... પ્રેમનો સાગર ખારો નથી છતાંયે તરસ છીપાવી નથી શકતો એ પણ કબૂલવું જ રહ્યું....
જીવનના હકારની આ કવિતા પ્રેમના સંબંધે રચાયેલી 'સમદ્રષ્ટિ' કેળવવા પ્રેરે તેવી ગઝલ છે...

પ્રેમ એક એવો વિષય છે જેમાં દરેક વિષયોનો તંતુ મળે છે... 
આ તંતુ સધાય ત્યારે કોઈક કવિતા 'લખે' છે અને કોઈ કવિતા 'જીવે' છે...
.
આપનો .....
નીરવ જાની ... 

સોમવાર, 13 ઑગસ્ટ, 2012

Platonic Love...!!

પ્લેટોનિક લવ - સિર્ફ એહેસાસ હૈ, યે રૂહ સે મેહસૂસ કરો ...

પ્રેમ  એવી લાગણી છે જેનાથી પશુપંખીઓ પણ અલિપ્ત રહી શકતા નથી. 
મોટા ભાગના પ્રેમ સંબંધોમાં  શારીરિક સંબંધ પણ સહજ ગણાય છે. 
પ્લેટોનિક લવ એ પ્રેમનો એવો પ્રકાર છે કે જેમાં શારીરિક સંબંધની વાત જ નથી.
બે વ્યક્તિ એકબીજાની લાગણીને સમજે અને તેના આધારે જે પ્રેમ સંબંધ બંધાય છે 
તે છે પ્લેટોનિક લવ .
.
પરંતુ  આજના જમાનામાં આવો પ્લેટોનિક લવ અર્થાત દિવ્ય પ્રેમ શક્ય છે ?
.
હા શક્ય છે,
ચાલો માંડીને વાત કરીએ આવા અનોખા પ્રેમની ...
.
આજના જમાનામાં સંબંધો સ્વાર્થના બનતા જાય છે ત્યારે માત્ર લાગણી ને આધારે સંબંધ તે વાત બહુ  મોટી છે. પ્લેટોનિક લવની આ જ ખૂબી છે. "સમજણ અને સાચવણીનો સંબંધ એટલે પ્લેટોનિક લવ." 
પ્લેટોનિક લવ ને દિવ્ય પ્રેમ કે ડિવાઈન લવ પણ કહી શકાય. પ્લેટોનિક એ ભારતીય શબ્દ નથી . મુળ ગ્રીક શબ્દ 'પ્લેટો' પરથી બનેલો શબ્દ પ્લેટોનિક એટલે આમ તો "સ્વર્ગીય" કે "દૈવિક".
સરળ ભાષામાં કહીએ તો પ્લેટોનિક લવ એટલે એક એવો સંબંધ કે જેમાં બે વિજાતીય લોકો વચ્ચે એવો પ્રેમ હોય જેમાં લાગણીઓ તો હોય, પણ કોઈ શારીરિક સંબંધ નાં હોય. આ પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. આ પ્રેમમાં વ્યક્તિ સામેવાળા પાસેથી કંઈ અપેક્ષા નથી રાખતી. બસ, એની ખુશીમાં જ પોતાની ખુશી જુએ છે.
સમાજમાં તમને આ પ્રકારના તો ઘણાય કિસ્સા જોવા મળશે. કોઈ શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે કે ઓફિસમાં કલીગ વચ્ચે કે પાડોશી સાથે કે પછી આજના ફેસબુક નાં જમાનામાં કોઈ ફેસબુક ફ્રેન્ડ સાથે પણ આ પ્રકારનો પ્રેમ હોઈ શકે, જેમાં ઉંમર કે નાત-જાતના બંધનોથી કે કોઈ પણ પ્રકારની વાસનાથી પણ ઉપરનો, જેના માટે "Larger than Everything" કે "Beyond the Love" કહી શકાય તે પ્રકારનો આવો પ્લેટોનિક લવ હોઈ શકે.
પ્રખ્યાત સાઈકિયાટ્રીસ્ટ ડો. મુકુલ ચોકસી કહે છે કે,
"પ્લેટોનિક લવમાં શરીરનું તત્વ આવતું  જ નથી, એ માત્ર સંવેદના પર રચાતો સેતુ છે."
વધુ આવતા ભાગમાં લખીશ ...!!

શુક્રવાર, 29 જૂન, 2012

પ્રેમ

જીવન માં તમે જેને પ્રેમ કરો તેને એટલો પ્રેમ કરો કે 
એના જીવન ની તકલીફ ની ઘડી માં ભગવાનથી પહેલા તેને 
તમારી અને ફક્ત તમારી જ યાદ આવવી જોઈએ.



"કોઈના પ્રેમાળ શબ્દો કરતા તેના પ્રેમાળ વ્યક્તિત્વ ને ઓળખવું જોઈએ..." - નીરવ જાની 

ગુરુવાર, 14 જૂન, 2012

Love


આજે એક સુંદર વિચાર રજુ કરવાનું મન થયું છે..
લોકોમાં "પ્રેમ" શબ્દ ની તો અનેક વ્યાખ્યાઓ પ્રચલિત છે.
પણ મને જે વ્યાખ્યા મનમાં આવીછે તે...

Click on the Image to view full size.
(સ્પષ્ટ જોવા માટે ઈમેજ પર ક્લિક કરવા વિનંતી.)

ગુરુવાર, 31 મે, 2012

સોમવાર, 19 માર્ચ, 2012

ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

Love...



કેવું સર્જ્યું છે સર્જનહારે હ્રદય મારી ભીતર
કે થયું ભંગ હજાર વાર છતાં સદા શીતલ……...
<<<<<<  *  >>>>>>


શાને કરે વલોપાત તું આમ જો ગર્ભિત મન તારું છે શીતલ 
અંગારા ગમે તેવા ઝળુંબે થવું પડશે એને પણ ઠરીઠામ.
<<<<<<  *  >>>>>>


ના કર વલોપાત અંતર તણો,
જીવ વલોવાઈ જાશે ઘણો.
વળશે ટાઢક એમ આપમેળે,
પાંપણ બંધ થશે સ્મરણ થશે..

<<<<<<  *  >>>>>>


વલોવાશે અગર અંતરમન તો વિમર્શ રૂપે નવનીત મળશે 
તમામ આરોહ અવરોહ વચ્ચે તને મારું શાંત ચિત્ મળશે 

<<<<<<  *  >>>>>>

મંગળવાર, 31 જાન્યુઆરી, 2012

Love or Hate...



જે વ્યક્તિ ને ચાહી છે તેના પર ગુસ્સે થઇ શકાય,

ભલા તેને "નફરત" કેમ કરવી ?




શુક્રવાર, 14 ઑક્ટોબર, 2011

LIFE




જેની પ્રીત મળી છે તેને "સાચવી લેજો",
ઝીંદગીમાં થોડું હારવાનું પણ "શીખી લેજો".
મળશે દુનિયામાં કેટલાય અપરિચિત લોકો,
પણ જે "તમારા" બની જાય એને "સાચવી લેજો".

|| सुप्रभातम् ||

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

Eyes...



ઈશારો 

 જો આપનો એકજ ઈશારો આંખ નો મુજને મળે,
તો આભમાંથી પ્રેમ વૃષ્ટિ આપ પર વરસાવી દઉં.

ને આભ નાં એ તારલાને આપના પાલવ મહી,
દઉં હેત થી ટાંકી લઈ મારી નસોની દોરીઓ.

અમૃત તણો કુંભ હાથ લઇ જો આપ આવો આપવા,
તો આંખ થી હું આપને અમૃત ગણી પીધા કરું.

લઇ હાથ માં જો આપ આવો ઝેરની પણ પ્યાલીઓ,
તો ખોબલે ને ખોબલે હું ઝેર પણ પીધા કરું.

તો...

સ્પર્શવા તાવ દેહ ને હું "પવન" થઇ લહેર્યા કરું....
જો આંખ નો એકજ ઈશારો આંખનો મુજને મળે....

નીરવ જાની - "પવન"
14 -02 -2011  @ 11 :30pm