રવિવાર, 11 માર્ચ, 2018

માર્ચ 11

     મારા નિયમોની સાથે રહીને કામ કરો, એનાથી વિરુદ્ધ જઈને નહિ.
એની વિરુદ્ધમાં રહીને તમે કામ કરો છો ત્યારે તમે એવી લડાઈ કરો છો જેની હાર નિશ્ચિત છે.
એમાં તમને કશું મળતું નથી.
તમારી અંદર તાણ હોય ત્યારે અંદર શોધ કરો અને શાની સામે તમે લડો છે કે જેથી અે તાણ ઊપજે છે, તે શોધી કાઢો.
ખાતરીથી જોજો કે ત્યાં કંઇક એવું છે જે તમારી પ્રગતિને અટકાવે છે, તમારા સર્વોચ્ચ શુભને પામતા તમને રોકે છે.
તમારી એકમાત્ર ઈચ્છા મારી મરજીને અનુસરવાની અને મારા માર્ગોએ ચાલવાની રાખો, અે થતું અટકાવે એવી કોઈ જ આડખીલી વચ્ચે ઊભી ન થવા દો.
સમય કાઢીને તમે શોધ કરશો તો, તમારી માટે મારી શી ઇચ્છા છે તેની તમને જાણ થશે, અને પછી કશા અચકાટ વિના એનું પાલન કરવું અે તમારા હાથમાં છે.
તમે સંવાદિતામાં જીવતાં ને કામ કરતા હો ત્યારે તમને સાચી સ્વતંત્રતા નો, હૃદય - મન- પ્રાણની  સ્વતંત્રતાનો અર્થ સમજાશે.
અકથ્ય શાણપણ અને સમજનો પ્રવાહ તમારામાં વહેતો તમને જણાશે.
તમે ચેતનાની આ અવસ્થામાં હો ત્યારે , નવું સ્વર્ગ અને નવી ધરા અવતરવામાં મદદ માટે હું તમારો ઉપયોગ કરી શકીશ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.