લેબલ Life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 4 ઑક્ટોબર, 2014

તમારું 'સ્ટ્રેસ રીમૂવર' શું છે ?


આજનાં આર્ટીકલ નાં ટાઈટલ પરથી કોઈને એવું લાગશે કે આ સ્ટ્રેસ રીમૂવર એ વળી શું ?

આવો થોડું આરામથી સમજીએ.

          મિત્રો, જીવનમાં સામાન્યરીતે ઘણાય પ્રશ્નો આપણને મૂંજવી નાખનારા હોય છે. અને એ મુંજવણ થી ઉત્પન્ન થયેલો સ્ટ્રેસ ક્યારેક આખી લાઈફ ને સિરિયસ બનાવી દે છે. દરેક પ્રશ્ન ને એકદમ હળવાશ થી લેનારી વ્યક્તિ એટલી સિરિયસ થઇ જાય છે કે જીવનમાં એને 'હળવાશ જેવું પણ કઈક છે' એ વાત જ ભુલાઈ જાય છે. અને પછી જ્યારે સ્ટ્રેસ નો માસ્ટર સ્ટ્રોક લાગે ત્યારેમનોચિકિત્સક કે ન્યૂરોસર્જન નાં દવાખાના નાં સ્પેશિયલ આઈ.સી.યુ. માં પડ્યા પડ્યા ભાન થાય કે, "યાર, હું આ સ્ટ્રેસ ને દૂર કરી જ શક્યો હોત" પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. નજીવી બાબતોમાંથી સહજ પણે મનો મસ્તિષ્ક પર હાવી થઇ જતા આ સ્ટ્રેસ ને દૂર ભગાડવા માટે દરેકનું પોતાનું એક આગવું 'સ્ટ્રેસ રીમૂવર' હોવું અત્યંત આવશ્યક છે.

સચિન તેંદુલકર ને પોતાનાં સ્ટ્રેસ રીમૂવર બાબત પૂછવામાં આવ્યું તો એણે જણાવ્યું કે, "આઈસ્ક્રીમ એ મારું જબ્બર સ્ટ્રેસ રીમૂવર છે, ચાલુ મેચ દરમ્યાન સ્કોર પૂરો કરવાનું ટેન્શન હોય ત્યારે લંચ ટાઇમ માં હું કઈ જ નથી ખાતો, ફક્ત એક મોટો વાડકો ભરીને આઈસ્ક્રીમ લઈને મારા રૂમમાં જતો રહું અને મારી પસંદગીનું સંગીત સાંભળતા સાંભળતાં એ પૂરો કરી દઉં એટલે મારો સ્ટ્રેસ ગાયબ...!!"

કેટલાક ને યોગ - ધ્યાન વગેરેથી સ્ટ્રેસ દૂર થતો અનુભવાય,
તો કેટલાક વળી મનગમતું સંગીત સાંભળીને સ્ટ્રેસ ને દૂર ભગાવે છે.
કેટલાક મનગમતી પ્રવૃતી કરીને સ્ટ્રેસ દૂર કરવા પ્રયાસ કરે છે
તો કેટલાક માટે પ્રકૃતિનાં ખોળે મ્હાલવું એ પણ એક સ્ટ્રેસ રીમૂવર હોઈ શકે.
કોઈ સ્ટ્રેસ દૂર કરવા સેક્સ નો સહારો લે છે,
તો કેટલાક અધુરી સમજણ વાળા સિગારેટ - દારુ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવા લાગે છે.
કોઈ એકદમ કડક કોફી પીવે છે તો કોઈ ચા પીવે છે.
તો કોઈના માટે ચોકલેટ પણ સારું સ્ટ્રેસ રીમૂવર હોઈ શકે.

આમ કોઈ ને કોઈ રીતે આપણે સ્ટ્રેસ ને દૂર કરવાનો પ્રયાસ કરીએ જ છીએ.
અને એ પ્રયાસ દરમ્યાન ઉપયોગમાં લેવાતી વસ્તુ-પદાર્થ કે ક્રિયા આપણી વ્યક્તિગત સ્ટ્રેસ રીમૂવર કહી શકાય.

ટુંકમાં,
સ્ટ્રેસ રીમૂવર એટલે એક એવી ક્રિયા કે જેમાં માત્ર અને માત્ર તમે અને એ ક્રિયા બે ની જ હાજરી હોય. મનગમતી ક્રિયા સાથે એકાકાર થવું એટલે સ્ટ્રેસ રીમૂવ કરવો...!!

મારા માટે તો નવરાત્રી માં નવે નવ દિવસ - ટ્રેડીશનલ ડ્રેસ નો મોહ ત્યાગી ને કમ્ફર્ટ લાગતાં કપડામાં - મન મુકીને નાચવું - મન મુકીને ગરબા વખતે ઢોલ વગાડવો - આજુ બાજુ ની પરિસ્થિતિ ની પરવા કર્યા વિના જે આવડે તે સ્ટેપ્સ ને મન મુકીને રમવો - એ દરમ્યાન જો કોઈ મનગમતો ગરબો કે ગીત વાગે તો નાચવાનું બંધ કરીને એ ગીત ને ધ્યાન દઈ સાંભળવું - આવું બધું મારા માટે સ્ટ્રેસ રીમૂવર નું કામ કરે છે.

હું તો એવું માનું છું કે જે વ્યક્તિ ને અલગ અલગ સ્ટેપ્સ આવડતા હોવા છતાં મન મુકીને ગરબા ન રમી શકે એ દંભી અથવા અભિમાનથી ભરપુર હોય છે...!!

- ગરબા તમારું સ્ટ્રેસ રીમૂવર હોય તો નવરાત્રી સુધી રાહ જોવાની જરૂર નથી,
રૂમ બંધ કરી દો, મ્યુઝીક સીસ્ટમ નું વોલ્યુમ ફુલ્લ કરી દો, અને લાગી પડો...

- કુદરતનાં ખોળે રખડવું એ તમારા માટે સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરતુ હોય તો દિવાળી પછી શરુ થતી ગિરનારની લીલી પરિક્રમા ની રાહ જોવાની જરૂર નથી, ખાલી પગપાળા ચાલવા નીકળી પડો...

- ચોકલેટ થી તમારો સ્ટ્રેસ દૂર થતો હોય તો કોઈના બર્થડે ની રાહ જોવા કરતા ખિસ્સું હળવું કરીને 50 કે 80 ગ્રામ ની મસ્ત ચોકલેટ ખરીદીને ખાઈ લેવા માં જ ડહાપણ છે.

કઈપણ કરો, સ્ટ્રેસ તો દૂર કરવો જ રહ્યો.

કેમ કે ,
જિંદગીની પળેપળ ને માણવા માટે જ આપણને આ જીવન મળ્યું છે.
એટલે જ ,
જલ્દી થી તમારું સ્ટ્રેસ રીમૂવર શોધી ને સ્ટ્રેસ મુક્ત થઇ જાઓ અને જીવન ને ખુલ્લા મનથી માણો.
આખરે આ જીવન તો એક જ વખત મળે છે ને...!!

આભાર. _/\_
આપનો ,
નીરવ જાની

શનિવાર, 10 મે, 2014

મધર્સ ડે



આ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું.


મમ્મી આજે તને "મા" કહેવાનું મન થાય છે.
બધું જ છોડીને નાનું બાળક થઇ જવાનું મન થાય છે. 

મમ્મી , સોફો છોડીને તારા ખોળામાં બેસવાનું મન થાય છે,
ઓશીકું છોડીને તારા પગ પર માથું રાખીને સુવાનું મન થાય છે.

મમ્મી, પંચ તારક હોટલ નું છોડીને તારા હાથોનું ખાવાનું મન થાય છે,
ચાઇનીઝ, પંજાબી છોડીને તારા હાથની શાક રોટલી ખાવાનું મન થાય છે. 


મમ્મી, ક્રિકેટ - ફૂટબોલ છોડીને તારી સાથે દોડ પકડ રમવાનું મન થાય છે,

નોકરી છોડીને તારી જ પાસે બેસવાનું મન થાય છે.



મમ્મી, આ ભવ્ય કહેવાતી મર્સિડીઝ માંથી બહાર નીકળી તારી આંગળી પકડી ચાલવાનું મન થાય છે,

બી.એમ.ડબ્લ્યુ. ની સેફટી છોડી તારી આંગળી પકડી રસ્તો ક્રોસ કરવાનું મન થાય છે.


મમ્મી, આ એ.સી. રૂમ છોડીને તારી સાથે બાલ્કનીમાં બેસવાનું મન થાય છે,

આ માથું પકાવતી મીટીંગ છોડી તારી સાથે કલાકો સુધી વાતો કરવાનું મન થાય છે.


મમ્મી, આ હોલીવૂડ - બોલીવૂડ ની ફિલ્મો છોડી તારી મધુર શૈલી ની વાર્તાઓ સાંભળવાનું મન થાય છે,

ઘોન્ઘાટીયા ફિલ્મી ગીતો છોડી તારા કંઠેથી નીતરતા હાલરડાં સાંભળવાનું મન થાય છે.


મમ્મી, છંદ - પ્રાશ વગરની કવિતા લખી આ લાગણી વ્યક્ત કરવાનું મન થાય છે,

બસ એક વખત માટે "પવન" બની તારી સાડીના પાલવમાં વીંટળાઈ જવાનું મન થાય છે....


મમ્મી, આજે તને "મા" કહેવાનું મન થાય છે....!!

દુનિયાની તમામ માતાઓ ને સપ્રેમ અર્પણ.

રવિવાર, 14 જુલાઈ, 2013

સત્ય - સંહિતા...

નોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે...!!

આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, 
જે સત્ય હો, તે તો સળંગ સત્ય હોય છે,
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું, 
આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે.
-ધૂની માંડલિયા

દરેક સંબંધનું એક સત્ય હોય છે. દરેક વર્તનનું એક સત્ય હોય છે. બે વ્યક્તિનાં સત્ય જ્યારે એક થાય ત્યારે જ સાત્ત્વિક પ્રેમનું નિર્માણ થતું હોય છે. પ્રેમ એટલે એકબીજાંમાં ઓગળવાની આવડત. સંબંધનું સત્ત્વ અને તત્ત્વ કેવું છે તેના પરથી જ પ્રેમની આવરદા નક્કી થતી હોય છે. કોઈ માણસ માત્ર ને માત્ર પોતાના સત્યથી કોઈને સુખી ન કરી શકે. સુખી થવા અને સુખી કરવા સામેની વ્યક્તિનું સત્ય સ્વીકારવું અને સમજવું જ પડે છે. તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે એની તમને ખબર છે? કે પછી તમારે તેને શું આપવું છે એની જ ખબર છે? તમારી તમન્ના ગમે તેટલી ઊંચી અને મહાન હશે પણ જો એ તમારી વ્યક્તિને સુખ આપી ન શકતી હોય તો એ એના માટે ક્યારેય ઊંચી કે મહાન બની શકવાની નથી.

એક પતિ-પત્નીની વાત છે. સંવેદના અને સત્યને ઝણઝણાવે એવી આ સાચી ઘટના છે. બંનેએ આખી દુનિયા સામે બગાવત કરીને લવ મેરેજ કર્યાં હતાં. બેમાંથી કોઈના પરિવાર રાજી ન હતા. કોઈની પણ પરવા કર્યા વગર બંને સાથે રહેવા લાગ્યાં. બંને નોકરી કરતાં હતાં. પગાર બહુ મોટો ન હતો પણ રહેવામાં કોઈ તકલીફ પડતી ન હતી. ભાડાનું ઘર હતું. ઘર માટે નાની મોટી વસ્તુઓ પણ વસાવી લીધી હતી. બંને પગારમાંથી પૂરું કરી લેતાં હતાં. પત્નીને થતું હતું કે જીવનમાં કોઈ જ કમી નથી. જોકે ક્યારેક પ્રેમ જ પ્રેમનું ગળું ઘોંટી નાખતો હોય છે.

એક દિવસ પત્નીએ પતિને કહ્યું કે, મેં તારાથી જુદા પડવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે નહીં કે તું મને પ્રેમ નથી કરતો, એટલા માટે નહીં કે હું તને પ્રેમ નથી કરતી, એટલા માટે કે આપણા પ્રેમનાં સત્ય બદલાઈ ગયાં છે. તારો પ્રેમ ખોટો નથી પણ જે બુનિયાદ ઉપર તેં આપણા પ્રેમનો મહેલ ઊભો કર્યો છે એની બુનિયાદ જ તકલાદી છે. પ્રેમ એવી ચીજ છે જેમાં બે વ્યક્તિનું સત્ય એક હોવું જોઈએ. બે અલગ અલગ સત્યથી એક સુખનું નિર્માણ ન થઈ શકે. તને તું ખોટો નથી લાગતો અને મને હું સાચી લાગી છું. તારા માટે પ્રેમ અને સુખની વ્યાખ્યા જુદી છે અને હું જુદી રીતે વિચારું છું. કોઈ ભાર સાથે જીવવા કરતાં જુદાં પડી જવું વધુ બહેતર છે.

આમ તો એ બંને સરસ રીતે જીવતાં હતાં. ક્યારેય ઝઘડો ન થતો. બધાંને એમ થતું કે ભલે પરિવારને નારાજ કરીને લગ્ન કર્યાં પણ બંને રહે છે તો સરસ રીતે. પત્નીને કોઈ અભાવ કે ફરિયાદ ન હતી. જે હતું એનાથી એ ખુશ હતી. જોકે પતિ બહુ ખુશ ન હતો. તેને સતત એમ જ થતું હતું કે હું પત્નીને કોઈ જ સુખ આપી નથી શકતો. નોકરી કરવા તેણે બસમાં જવું પડે છે. ક્યાંય ફરવા પણ નથી લઈ જઈ શકતો. મારે તો એને તમામ સુખ આપવું છે, દરેક મોજશોખ પૂરા કરાવવા છે, રાણીની જેમ રાખવી છે.

અચાનક જ પતિ રોજ થોડા થોડા રૂપિયા લાવવા માંડયો. પત્ની માટે રોજે રોજ નાની મોટી ગિફ્ટ લાવવા લાગ્યો. તેને ફિલ્મમાં, ફરવા અને બહાર જમવા લઈ જતો. પત્નીને પહેલાં તો એવું લાગ્યું કે ઓફિસમાંથી કંઈ ઇન્સેન્ટિવ મળ્યું હશે. જોકે ખર્ચ વધવા લાગ્યો, ત્યારે તેને થયું કે આટલા રૂપિયા એમને એમ તો ન મળે. એક દિવસ પત્નીએ પૂછયું કે આ બધું તું ક્યાંથી લાવે છે? પતિ કહેતો કે, એનું તારે શું કામ છે? તું બસ મજા કરને. હજુ તો જોતી જા, હું તારા માટે શું કરું છું. તારા માટે મેં જે સપનાં જોયાં છે એ બધાં જ મારે પૂરાં કરવાં છે. મારે તને એવી બેકાર અને કંગાળ લાઇફ નથી આપવી જેમાં રૂપિયે રૂપિયાનો હિસાબ કરવો પડે.

પત્નીને આખરે એવી ખબર પડી કે પતિ જે કંપનીમાં કામ કરે છે તેનો માલ બારોબાર વેચી દેવાય છે. કંપનીના જ અમુક લોકો આવું કામ કરે છે. રૂપિયાની લાલચે પતિ પણ એમાં જોડાઈ ગયો છે. પત્નીએ પતિને કહ્યું કે તું આ છોડી દે. પતિએ ના પાડી. હું બધું તારા માટે કરું છું. મારે તને બધું જ આપવું છે. રૂપિયા સીધી રીતે નથી બનતા. આખી દુનિયા આવા જ ધંધા કરે છે. પત્નીએ કહ્યું કે મને દુનિયાથી મતલબ નથી, માત્ર તારાથી મતલબ છે. પતિ ન માન્યો. આખરે પત્ની ઘર છોડીને અલગ એકલી રહેવા ચાલી ગઈ...!!

***


તમને ખબર છે કે તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે? કે પછી તમારે શું આપવું છે એની જ તમને ખબર છે? માત્ર પ્રેમ હોય એ જ પૂરતું નથી. પ્રેમનું પણ એક સત્ય હોવું જોઈએ. દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. ઘણી વખત આપણે કોઈનું સત્ય બદલાવી શકતા નથી, પણ આપણું સત્ય ચોક્કસ આપણે જીવી શકીએ છીએ. સાત્ત્વિકતા દરેક સંબંધ માટે જરૂરી છે. ઘણી વખત અત્યારે જે સારું લાગતું હોય એનો અંજામ સારો હોતો નથી. આપણે એ પણ તપાસતા રહેવું જોઈએ કે મારું સત્ય તો સાચું છે ને? હું તો સાચા માર્ગે છું ને ? મને તો કોઈ ખોટા માર્ગે દોરવતું નથી ને ? ખોટા માર્ગે દોરવનારા માત્ર માણસો જ હોય એવું જરૂરી નથી. તમારા ઇન્દ્રીય - અંતઃ કરણમાં ઉઠતાં આવેગો પણ તમને ખોટા માર્ગે દોરી શકે છે. 


આકર્ષણ એ સહજ થતી પ્રક્રિયા છે પરંતુ એની પાછળ દોરવાઈને મનનું કહ્યું જ કર્યા કરીએ એ ખુબ જ ગંભીર બાબત છે.

આપણે એવું ઈચ્છતા હોઈ એ  કે "હું જેવો/જેવી છું એવો/એવી જ લોકો મને સ્વીકારે..."
આવી ઈચ્છા થવી એ સ્વાભાવિક છે. પરંતુ પ્રશ્ન ત્યાં આવીને અટકે છે કે "આપણે પોતે બીજા ને તેઓ જેવા છે એવા સ્વીકારી શક્યા છીએ...?" શરૂઆત આપણા પોતાનાથી જ થાય એ ઇચ્છનીય છે. અરે બીજાની વાત જવાદો, આપણે પોતે આપણી જાતનો કેટલા અંશે સ્વીકાર કર્યો છે ? ક્યાંક ભૂલ થાય એટલે તરત જ માથે ઓઢી લઈએ કે "હું કેમ આવો / આવી છું, મારામાં તો સહેજ પણ બુદ્ધિ નથી એટલે જ આવું થયું... વગેરે વગેરે ..." પરંતુ એવું કરવા કરતા આત્મનિરીક્ષણ કરવું એ વધારે યોગ્ય રહેશે . સમયાંતરે તટસ્થ રીતે કરવામાં આવતા આત્મનિરીક્ષણથી પોતાની જાતને ચોક્કસ બદલી શકાય છે .

એક સંત હતા. એકદમ સાદું જીવન જીવે. કોઈ ઠાઠમાઠ નહીં. સાધુએ પોતાની ઝૂંપડીમાં એક મોટો અરીસો રાખ્યો હતો. દિવસમાં ચારપાંચ વખત સાધુ અરીસા સામે ઊભા રહી પોતાને જોયા કરે. અનુયાયીઓને આશ્ચર્ય થતું કે આ મહારાજને અરીસાનો શું મોહ છે? આમ તો એ ડાહી ડાહી વાતો કરે છે, સરળતા અને સહજતાનાં ઉદાહરણો આપે છે અને પોતે અરીસામાં જોયા રાખે છે. સંતને પૂછવાની કોઈને હિંમત થતી ન હતી. આખરે એક યુવાન અનુયાયીથી રહેવાયું નહીં અને તેણે પૂછી નાંખ્યું કે મહારાજ બધું છોડી દીધું પછી આ અરીસાનો મોહ શા માટે?

સંત હસવા લાગ્યા. તેણે કહ્યું, તારી વાત સાચી છે. મને અરીસાનો મોહ છે. હું આખા દિવસમાં ઘણી વાર અરીસો જોઉં છું. હું એટલા માટે અરીસો નથી જોતો કે હું કેવો દેખાઉં છું. હું તો એ જોવા માટે અરીસામાં જોઉં છું કે હું જેવો અંદર છું એવો જ બહાર છું ને? કે પછી જેવો બહાર છું એવો જ અંદર છું ને? આ અરીસો મારી સાધનાનું સાધન છે. જે મને મારાથી દૂર જવા દેતું નથી. આપણે અંદરથી જુદા હોઈએ છીએ અને બહારથી જુદા. બહારથી દેવ દેખાતા હોઈએ છીએ અને અંદરથી દાનવ. રાક્ષસને પણ જો એ ભાન હોય કે હું રાક્ષસ છું તો એ વાત પણ મોટી છે. અભિમાની માણસને જો એ ભાન હોય કે પોતે અભિમાની છે તો એ પણ મોટી વાત છે. કમસે કમ એને પોતાની ઓળખ તો છે. આપણે તો આપણી જાત સાથે જ 'ડબલ ગેમ' રમતા હોઈએ છીએ. તું પણ અરીસો જો, ત્યારે એ વિચારજે કે અંદર અને બહારનું બેલેન્સ તો બરાબર છેને?

દરેક માણસની પોતાની એક બુનિયાદ હોવી જોઈએ, પોતાનું એક સત્ય હોવું જોઈએ, પોતાનું એક સત્ત્વ હોવું જોઈએ અને પોતાનું એક તત્ત્વ હોવું જોઈએ. તમારું સત્ય તમારી વ્યક્તિ સાથે મળે છે? પ્રેમના સત્યનું પણ લોહી જેવું છે, જો બ્લડ ગ્રૂપ સરખું ન હોય તો લોહી ચડતું નથી, પ્રેમનું સત્ય જો સરખું ન હોય તો પ્રેમ ટકતો નથી. અસમાન સત્ય વાળો પ્રેમ સમયાંતરે આપણી જ સામે બાંયો ચડાવશે અને કહેશે કે, " કેમ ? કેમ મને તું તારા બીબાંમાં ઢાળવાનો પ્રયાસ કરે છે ? હું તો હંમેશા નિર્બાધપણે છૂટથી વહેવામાં માનું છું અને તું આવીરીતે મને બાંધી રાખે એ કેમ ચાલશે ? હું હંમેશા મુક્ત હતો, છું અને રહેવાનો છું. એમાં તારો ચંચુપાત નહિ ચાલે...!! પેલા મને સારી રીતે ઓળખ અને પછી મને પામવાનો પ્રયાસ કર...!! આમ ગમે ત્યારે ગમે તેની સાથે તારા મનને જોડીને તું એ બાબત ને મારું નામ ન આપીશ...!! હું તો તને ઘણી જગ્યાએથી વહેતો જોવા મળીશ, ક્યારેક કોઈકનાં સાથમાં, તો ક્યારેક કોઈકની આંખમા, ક્યારેક કોઈકની વાતમાં તો ક્યારેક કોઈકનાં સંગાથમાં... તારા કોમળ અને ઋજુ હૃદયથી તું મને બધી જ જગ્યા એ જોઈ શકીશ પણ એનો અર્થ હરગીઝ એવો નથી કે એ તમામ સ્વરૂપે તારે મને પામી લેવો... તારું પોતાનું સત્ત્વ અને તારું પોતાનું તત્ત્વ સમજીને પછી જ તું કોઈ એક જગ્યા એ જોડાઇશ તો તને હું તું છો ત્યાંથી ઘણો જ ઉપર ઉઠાવીશ અને મુક્ત ગગનનું મસ્ત પંખી બનાવી દઈશ..."

છેલ્લી વાત :
દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો પણ જીતી નહીં શકો...!!


મારી વાત :
ક્યારેય પોતાના પ્રિય પાત્ર પાસે કોઈ પણ બાબત ની જીદ ના કરશો,
જીદ કરવાથી તમારા મનની વાત સિદ્ધ થઇ જાશે, 
પણ 
તમારા પ્રિય પાત્રનાં મન પર કેવી વિપરીત અસર પડી શકે છે એ વાત તો કલ્પના બહાર ની છે .

_/\_

સોમવાર, 19 માર્ચ, 2012

બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

રવિવાર, 22 જાન્યુઆરી, 2012

મૌન ઘૂઘવાટ...


ક્યારેક જીવન માં એવો અનુભવ પણ થાય છે...
જાણે કોઈ એક વિરાટ સાગર એકાએક ઘૂઘવાતો બંધ થઇ ગયો હોય...
ધોમધખતા ઉનાળાની બપોર નાં સમયે એક મોટા બુલડોઝર નો ધમધમાટ એકાએક શાંત થઇ જાય...
જાણે એક મોટી જવાબદારી નો બોજ એકાએક હળવો થઇ ગયો હોય...
પર્વતો પર જઈએ અને ત્યાંથી કોઈક નાં "ના હોવાનો" એહેસાસ લઇ પાછા ફરીએ...
.
એક અગમ્ય,
અકળ,
નાં સમજાય તેવું થવા લાગે...
.
છન સે જો તૂટે કોઈ સપના,
જગ સુના સુના લાગે.
તુજે ભૂલા દિયા..  વગેરે જેવા ગીતો એકાએક ગમવા લાગે...
.
"તારી ખુશી થી વધારે મારા માટે બીજું કઈ નથી.."
એવા વચનોને પાળવા માટે કોઈને કહી નાં શકાય અને અંદર ને અંદર ઘૂઘવાતા સાગરને "વહી જતો" રોકી પણ નશકાય...!!!
.
આટઆટલું થતું હોવા છતાં પણ કોઈ એક દ્રશ્ય આંખ આગળથી ખસે જ નહિ...
.
ઇમારતોની ભવ્યતા,
ભારતીય સંસ્કૃતિની સતત ઉપાસના,
એક દિવ્યતા જેને પ્રત્યક્ષ અનુભવી શકાય..
.
.
હવે બીજું શું લખું ?
આપ તો શાણપણ નો ભંડાર છો...
થોડા માં ઘણું સમજી જ શકો છો...
.
આપનો 
નીરવ જાની "પવન" 
.

બુધવાર, 21 ડિસેમ્બર, 2011

મા


"મા" "મા" "મા"
બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો "મા"

સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો " ઓયમા "
સ્કૂલે જતા જતા રોજ કેહતો " બાઇ બાઇ મા '

મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો " આ તો મારી મા"
ભાઈ બેહનો ને જગડી ને કેહતો " મારી એકલાની મા "

કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો " પ્લીઝ , મા "
પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો " જો ને, મા "

ફોરેન ગયો તો યાદ આવતી " હમેશાં તારી, મા"
સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું " હવે શું થશે મા ?"

પણ તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું "ખમ્માં ખમ્માં "
આજે દિલ ખોલીને કેહવા માંગું છું "ઓરે મા "

ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યુંહોય તો " માફ કરજે મા"
ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ માં બને " તૂજ મારી મા " ..!!

પોસ્ટ પસંદ આવેતો બીજા મિત્રો સાથે પણ Share કરજો..

વાર્તા

કોઈ મારા તરફ પણ ધ્યાન આપે....

એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે — " જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ... ... ઇશ્વરની પાસે તમે શું માંગશો ??? ” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું, " કેમ શું થયું??? કેમ રડો છો??? ” શિક્ષિકાએ કહ્યું, " હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું " તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ " તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું — ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ... ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો... શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા, " હે ભગવાન !!! બિચારું બાળક !!!! કેવા ભયાનક માતા-પિતા છે !!!!! ” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો....!!!

ફેસબુક પરથી "સાભાર"...

મંગળવાર, 20 ડિસેમ્બર, 2011

Zodiac & Persons...



NEVER reject 3 people

LEO, GEMINI, AQUARIOUS .

They are true, honest friends... !

NEVER believe in 3 people
SAGITTARIU S, ARIES, PISCES.
They are the most selfish & mean.


NEVER lose 3 people

TAURUS, CANCER,CAP RICORN.

They r the most sincere n true lovers...!

NEVER leave 3 people

VIRGO, LIBRA, SCORPIO
.
They can keep secrets,fr ndship,


they can never see ur tears..!



With Best Regards
From
Nirav Jani

રવિવાર, 18 ડિસેમ્બર, 2011

અકથ કહાની પ્રેમ કી


અકથ કહાની પ્રેમ કી....

શિયાળાની ઋતુ હતી. સૂર્ય અસ્તાચળે પહોંચ્યો હતો. કાતિલ ઠંડો પવન જોરથી ફૂંકાવા લાગ્યો હતો. સુખી લોકો પોતપોતાના ઘરમાંમાં ઘૂસી ગયા. પહોંચતા લોકો ગરમ ગરમ ભોજન કરીને બેડ રૂમમાં ભરાયા. કોઈએ રજાઈઓ ઓઢી તો કોઈએ રુમ હિટરો ચાલુ કર્યા.

એવોય એક વર્ગ છે, જેનું આશ્રયસ્થાન ફુટપાથ જ છે. અર્ધનગ્ન શરીર, ફાટેલા કપડાં, થોડાં ડબા-ડૂબી અને થોડાં મેલાં ગાભાં. આ એમની સંપત્તિ ... ઠંડો પવન વાયો અને તેમના ભૂખથી ભાંગેલાં શરીરો ધ્રૂજવા લાગ્યા. ફૂટપાથ છોડીને આજે ખૂણાઓ, ઓટલાઓ શોધવા તે નીકળી પડ્યા.

મકાનોમાં સૂતેલ બે બહેનોની નિંદર આજે વેરણ બની ગઈ. બંનેના મનમાં એક જ પ્રશ્ન છે : 'અમને જો આટલી ઠંડી લાગે છે, તો આ કાતિલ ઠંડીમા એ લાચાર લોકો, જેની પાસે ન તો કોઈ આશરો છે કે ઓઢવા માટે કંઈ કહેતાં કંઈ જ નથી એવાઓની શી હાલત થતી હશે?'

બીજે દિવસે સૂર્યાસ્ત થતાની સાથે જ આ બંને બહેનો નીકળી પડી. બંગલાઓનો વિસ્તાર છોડીને એકાંત અને અંધારામાં એમની નજર ખેંચાવા લાગી. ખૂણામાં ક્યાંય પણ ઠંડીમાં થરથરતો માનવ આકાર દેખાતાં જ કામળા સાથે એમના હાથ લંબાવા લાગ્યા.

કામળો મળતાં જ કોઈ ભાઈની આંખમાં આંસુ આવ્યાં. તેણે પોતાના નાના ભાઈને ખોળામાં લઈ લીધો અને બંને જણા એમાં ઢબૂરાઈ ગયા. આગળ ગયાં તો એક અપંગ તરફ એમનું ધ્યાન ખેંચાયું. ગાડી પાછી લીધી અને ગરમ કામળાથી તેને ઢાંકી દીધો.

આગળ વધ્યાં તો એક અંધ પુરુષને સડકના કિનારે ભીખ માગતો જોયો. સાથે સ્ત્રી, કેડમાં અને આંગળીએ છોકરાં. માતાને ધાબળો આપતાં એણે લીધો-ન-લીધો અને તરત ધ્રૂજતા બાળકોને ઓઢાડી દીધો. બાળકોને મળેલી ઉષ્માથી માતાની ધ્રૂજારી પણ બંધ થઈ ગઈ. શરીર ભલે ગરીબનું હતું, પણ દિલ તો આખરે માનું જ ને!

કોઈનો આનંદ એની આંખોમાં ચમક્યો, તો કોઈનું બોખલું મોઢું ધાબળો જોઈને રાજી થયું. કોઈએ પ્રશ્ન પૂછ્યો, તો કોઈએ જમીન ઉપર હાથ પસવારતા દેનારના પગ શોધવા પ્રયત્ન કર્યો.

ઓટલા ઉપર ટૂંટિયું વાળીને એક અનાથ નારી સૂતી હતી. એના શરીર ઉપર હળવા હાથે તે બહેનોએ કામળો ઓઢાળ્યો અને એની આંખ ઊઘડી ગઈ. કાતિલ ઠંડીમાં રાહત અનુભવતા એણે આભારવશ અવાજે પૂછ્યું, 'બહેન, કિસને દિયા?'

જવાબ મળ્યો: 'ઉપરવાલેને!' એ જવાબમાં હતો સત્કાર્ય કર્યાનો એક આનંદ અને કામળો સ્વિકારનાર પ્રત્યે અનુગ્રહનો ભાવ, કે કામળો લઈને તેણે અમને આનંદના અધિકારી બનાવ્યા.

આ સમયે આપણા મનમાં એક સહજ પ્રશ્ન ઉદભવશે કે આનંદ કોને હતો, લેનારને કે દેનારને? 

જ્યારે પ્રેમપૂર્વક કંઈ પણ આપનવામાં આવે છે ત્યારે આપનાર તો લેનારને આપે જ છે, પરંતુ લેનાર પણ આપનારને ઘણુંબધું આપે છે. લેનાર તેને મળેલા દાનનો સ્વિકાર કરતાની સાથે જ દાન આપરના અંતરને અલૌકિક આનંદથી ભરી દયે છે.

આમ જોઈએ તો પ્રેમપૂર્વક અપાયેલું દાન લેનારને તો સમૃધ્ધ કરે જ છે પરંતુ આપનારને પણ સમૃધ્ધ કરે છે. માટે, પરમાત્માએ તમને જે કાંઈ પણ આપ્યું હોય તેમાથી યથોચિત, સમાજના જરુરિયાતમંદો વચ્ચે પ્રેમપૂર્વક વહેંચતા રહેજો. ત્યાં જ જીવનની સાર્થકતા અને આત્માનો આનંદ અનુભવાશે...

કોઈના પણ જીવનપથમાં તેને સુખના માર્ગે વાળવારૂપી પ્રકાશનું એક નાનકડું કોડિયું પ્રગટાવીને મૂકવું તે પણ એક મોટું પુણ્ય કાર્ય છે. આવી તક પરમાત્મા આપણને ઘણી વાર આપે છે. ક્યારેક પરમાત્માનું એ કાર્ય કરી જોજો. જીવનમાં અનેરો આનંદ રેલાઈ ઉઠશે. 

પરમાત્માને આપણે પ્રેમના સિંધુ અને નિરાધારના આધાર કહીએ છીએ... કોઈ નિરાધારને આધાર, કોઈ અપમાનિતને પ્રેમ આપી જુઓ; ત્યારે તમારા અંતરમાં એ પરમતત્વનું અવતરણ થયા વગર રહેશે નહિં... કબીરજીએ યથાર્થ ગાયું છે કે - અકથ કહાની પ્રેમ કી કછુ કહી ન જાય; ગુંગે કેરી સર્કરા ખાયે ઔર મુશ્કાય... 

યાદ રોખજો કે પ્રેમના બીજમાંથી જ પરમાત્મારૂપી અંકૂર ફૂટે છે.


 સુરેશ ગણાત્રા

મંગળવાર, 25 ઑક્ટોબર, 2011

કાળી ચૌદશ

આજે કાળી ચૌદશ મેં આજે અલગ રીતે જ મનાવી.
આપણાં  સૌરાષ્ટ્ર માં રીત છે કે આજ ના દિવસે સંધ્યા સમયે લોકો હનુમાનજી ને વડા અને ચુરમું ચઢાવે છે.
સામાન્ય રીત - રીવાજ  પ્રમાણે એવું હોય છે કે ચાર રસ્તા પાસે ઉભા રહી ચારેય દિશા માં એક વડું ફેકવામાં આવે છે. પછી ત્યાં ચાર રસ્તા પાસે જ પાણી નું મોટું કુંડાળું કરે અને લોકો એવું માને કે "ઘરમાંથી કકળાટ નીકળી ગયો..."
પણ...
ચાર રસ્તા પર પાણી ઢોળીને, ત્યાંની ગંદકી માં થોડોક વધારો કરી ને પછી વડા કોઈ ભૂખ્યા નાં પેટ માં જવા ના બદલે રસ્તા પર નાં વાહનો તથા ત્યાંથી પસાર થતા રાહદારીઓ નાં પગ નીચે કચરાઈ ગયા પછી કોઈના મોમાં જવા લાયાક નાં રહ્યું હોય.
એટલે જ આજે  સતત ત્રીજા વર્ષે પણ મેં "અલગ" રીતે કાળી ચૌદશ ઉજવી.

વડા ને ચાર દિશા માં ફેંકવા નાં બદલે સીધા ત્યાં બેસેલા ભિખારી નાં પાત્ર માજ નાખી દીધા...
અને પાણી....
મંદિર નાં પ્રાંગણ માં આવેલા પીપળા નાં ઝાડ ને "પીવરાવી" દીધું...  

હવે કહો...
મારી આ રીત કેવી લાગી ?
આપના અભિપ્રાય ની અપેક્ષા છે...
niravjani@ymail.com  પર આપ મને કહી શકો છો...

કહો નહિ તો વાંધો નહિ....
આ રીતે કરી તો જો જો...
મજા આવશે... 
  

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

Life


પવન નો સૂસવાટો દિવાની જ્યોતને સતત કહ્યા કરે કે " તું સ્થિર થા.........સ્થિર થા......... સ્થિર થા....." !!

લી. ભગીરથ ત્રિવેદી...

ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011

Zindagi the LIFE.


જીવન માં આવું પણ થાય છે...

જેને ચાહો છો તે ક્યારેક ખોવાય જાય છે.
જેને પ્રેમ કરોછો તે ક્યારેક છીનવાય જાય છે.
જે મળ્યું છે તે લુટાઈ જાય છે.
આંખ માં ફક્ત આંસુઓ ની ધાર રહી જાય છે.
તેને પણ કોઈ અજનબી લુછી જાય છે.
ખુશી ની સાથે ગમ પણ બેવફા બની જાય છે.
તમે હસતા હોય અને આંખો રડતી દેખાય છે.
તમે જેને ભૂલી શકતા નથી એ તમને જ ભૂલી જાય છે.
દિલ થી તમારા એ ક્યાંક દૂર ચાલ્યા જાય છે.
જે સપના હતા એ તૂટીને ચકનાચૂર થઇ જાય છે.
પછી તેમની ખુશી માં તમારી ખુશી દેખાય છે.
પછી ધીમેથી દિલને મનાવી લેવાય છે.
થોડીક પળો પછી ઝીંદગી "SET" થઇ જાય છે.
પછી યાદો યાદ બનીને રહી જાય છે.
"પવન" ઝીંદગી નો એમ ને એમ વહી જાય છે.
પ્રેમ નું બલિદાન આપી ઝીંદગી તો જીવી લેવાય છે,
પણ...
પછી ભગવાન સામે ફક્ત એકજ ફરિયાદ રહી જાય છે...
કે...
"આવું મારી સાથે જ કેમ થાય છે..?

 Exclusively Written by
Nirav Jani "પવન".