મંગળવાર, 20 ડિસેમ્બર, 2011

અભિવાદન



અભિવાદન

હૈયામાં "બાલકૃષ્ણ", મનમાં "માધવ"
મારા આતમમાં "રામ-શ્યામ" રમતા,
મંદિરની કોઈ જગ્યા ખાલી નથી તો હવે
કહો મને બીજા કેમ ગમતા ?

ભણવામાં "રામ" જ્યારે વ્યવહારે "શ્યામ"
બાલ-માધવની વાત શી વખાણું ?
કરીએ અભિવાદન આજ સર્વે ઋષિઓનું એમાં
જીવતરની ધન્યતા હું જાણું...!

રમવામાં "રામ" નડ્યા, સૂવામાં "શ્યામ" જ્યારે
જમવા તો "બાલકૃષ્ણ" દેતા,
વેદની ઋચાઓ સાથ સૂક્તો-ઉપનિષદની 
"માધવ" મોપાય્ટ પણ લેતા.

હૈયામાં "બાલકૃષ્ણ", મનમાં "માધવ"
મારા આતમમાં "રામ-શ્યામ" રમતા,
મંદિરની કોઈ જગ્યા ખાલી નથી તો હવે
કહો મને બીજા કેમ ગમતા ?

 - નીરવ જાની "પવન"

1 ટિપ્પણી:

  1. સરસ પવન સરસ, સતત આગળ વધતા રહો એવી મહારાજ ને પ્રાર્થના
    જય શ્રી સ્વામિનારાયણ

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.