બુધવાર, 26 જૂન, 2013

ચોમાસું બેઠું...!!

ચોમાસું બેઠું...!!!


તારા તે હૈયામાં બેઠું ચોમાસું 'ને 
મારે તે હૈયે લીલોતરી ....
કૂંપળ ફૂટયાની વાતો જાણીને હું તો,
છાપું છું મનમાં કંકોતરી...

મારા તે માંહ્યલા એ મનમાં સગાઇ કરી,
ભેટમાં દીધેલ તને ઝાપટું...
ખીસામાં માય નહિ છાતી માં મુકું તો
દર્દ મને થાય એક સામટું...

મારા હાથોમાં તારી આંખોની અણીયું એ 
વરસાદી રેખા ઓ કોતરી...
તારા તે હૈયામાં બેઠું ચોમાસું 'ને 
મારે તે હૈયે લીલોતરી...

તારા તે કેશમાંથી ઝરતાં ટીપાં થી મેં તો 
"શ્રી ગણેશાય" લખી નાંખ્યું ...
"મેઘધનુષ" નામે શુભે મુહુર્તે મેં 
ફેરા ફરવાનુંય રાખ્યું ...

ગંગાને શોધતા મારા તે હાથ જાણે 
લાગી ગઈ આખી ગંગોતરી ...
તારા તે હૈયામાં બેઠું ચોમાસું 'ને
મારે તે હૈયે લીલોતરી ....

("શુભે મુહુર્તે" એ સંસ્કૃત શબ્દ પ્રયોગ છે, જેનો અર્થ થાય છે "શુભ મુહુર્તમાં")


9 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાતજૂન 26, 2013

    “તું શબ્દશઃ યાદ રહી ગઈ મને
    પણ કંઈજ સમજયા વિના
    ગોખવાની આ આદત અમને બહુ મોંઘી પડી...!!”
    .
    નીરવ,
    લાગણીઓના મૌન ઘુઘવાટ નું તમે સુંદર આલેખન કર્યું.
    લગે રહો...!!
    (હિતેન આનંદપરા)

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાતજૂન 26, 2013

    અંબોડે સોહતી વેણી ના સમ,
    શરમાતી આંખો ના કાજળ ના સમ
    ઝરમરીયું આભ આજ દઈદો
    એક મનગમતું નામ આજ દઈદો...

    કાનોમાં સળવળતા પિચ્છનાં સ્પર્શ જેમ
    "સાજન" જેવુ કંઇક આજ કહીદો
    ઝાંઝવા ના જળ માટે હાફતા હરણ ને
    ઉછીના સ્વાસ આજ દઈદો
    ઝરમરીયું આભ આજ દઈદો
    એક મનગમતું નામ આજ દઈદો...

    શ્રાવણીયા બુંદ ને મોતી ના કોડ હવે
    તરસ્યું કોઇ છીપ આજ દઈદો
    ટહુકા માં વેરતા વૃક્ષો ના બોલ એવા
    પંખી આસપાસ આજ દઈદો
    ઝરમરીયું આભ આજ દઈદો
    એક મનગમતું નામ આજ દઈદો...
    .
    સુકેશ પરીખ

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર નિરવભાઇ આપના બ્લોગ પર રચના મુકવા બદલ

      કાઢી નાખો
  3. "મેઘધનુષ" નામે શુભે મુહુર્તે મેં
    ફેરા ફરવાનુંય રાખ્યું .............its a worldful expression....

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાતજૂન 30, 2013

    પ્રિય નીરવ,
    હિતેને સાચું કહ્યું.
    એક તરુણ અને એક તરુણી નાં મનનાં ભાવો આ કાવ્યમાં સારી રીતે વ્યક્ત કર્યા.
    તારી "Child Psychology (બાળ મનોવિજ્ઞાન)" ની રૂચી અહિયાં કામ આવી એવું જણાય છે.
    .
    સરસ.
    (તને ઈ-મેઈલ કર્યો છે, અહિયાં એટલે જ Anonymous છું.)

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાતજુલાઈ 02, 2013

    Waiting for the new article.
    We are eagerly waiting to read a new article from the desk of Ex.P.R.O.-SGVP, and "The Best Thinker" of the future...!!!
    .
    Thodaak j vakhaan karyaa chhe,
    Bov chadi nai jaato.... ;) :P

    Yours,
    B.Ed.ians...

    જવાબ આપોકાઢી નાખો
  6. Dear all B.Ed.ians...
    My Heartily thanks to all of you for your love towards me & my articles.
    .
    Thanks again.

    જવાબ આપોકાઢી નાખો
  7. અજ્ઞાતજુલાઈ 02, 2013

    E e e e e...
    Thanks wala...
    Sidhi rit naa Jaldi thi new article Aap,
    Nai to taaraa j shabdo maa "Kaari Pistol thi Tane Gori Maari Dais, Bas Vaat Puri..."

    જવાબ આપોકાઢી નાખો
  8. મારા પ્રિય મિત્રો...
    આપ સૌ ને હું શું જણાવું કે અહિયાં મારી શું હાલત છે ???
    તમારે લોકોને નવું નવું આર્ટીકલ વાંચવું છે,
    પણ હમણાં એવી કોઈ પરિસ્થિતિ નથી આવતી કે હું લખી શકું.
    હાલ પુરતું જેટલા આર્ટીકલ ઉપલબ્ધ છે એને મમળાવો,
    એવું લાગે છે કે આટલા ઘણા..
    હવે બીજા નથી લખવા...
    જે લોકો મને "કારી પીસ્ટોલ થી ગોરી મારી ડેવાના હોય" એ અહિયાં આવી ને મારી જાય,
    મેં તો ક્યારનીય એ ગોરી ખાઈ લીધી છે...!!!
    .
    ફરી ક્યારે પાછો ફરીશ એ નક્કી નથી...
    માફ કરશો...
    .
    અને અહિયાં હવે પછી કોઈ કોમેન્ટ કરવાના બદલે મને sms કરશો અથવા ફોન કરશો તો તમારો ખુબ ખુબ આભારી થઈશ...
    .
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.