શુક્રવાર, 27 ડિસેમ્બર, 2013

આચાર સંહિતા-બ્લોગરો માટેનાં કાયદા જાણો અને તેનાથી ડરો.

નીચે આપેલ લેખ નેટ જગત ના બ્લોગ પર થી કોપી કરેલ છે, મૂળ લેખ વાંચવા અહિયાં ક્લિક કરો.
વિનયભાઇ ખત્રી એક જાગૃત વાચક છે. જે માતભાષા સંરક્ષણનું ઉમદા કામ છે. જેઓ બ્લોગરની ક્ષતિ પકડી અને સુધારો કરાવે છે. ઘણી વખત અજ્ઞાન પણ કામ કરે છે તે અજ્ઞાન દુર કરવાનો અલ્પ પ્રયત્ન આ લેખ દ્વારા મારો છે. હું પહેલા સ્વિકારી લઉં કે હું અલ્પમતિ છું અને સૌ બ્લોગર ભાઇઓની સાથે હું પણ શીખતો આવ્યો છું તેથી આ લેખમાં પણ કચાશ હોય કે તેમા વધારે ઉમેરવા જેવું લાગે તો જરુરથી જણાવશો.
તકનીકી વિકાસે પ્રકાશન સુલભ અને સરળ બનાવ્યું પણ અત્રે એ જરુરી છે કે બ્લોગ અને મિત્રોમાં ઇ મૈલ મોકલવા તે બે તદ્દન જુદી વાત છે.
બ્લોગ મહદ અંશે પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગ સામે મુકવાનો રસ્તો છે. અને તેથીજ મોટા નેતા અને અભિનેતા પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. બ્લોગ જ્યારે પ્રકાશનનું માધ્યમ બન્યુ ત્યારે પ્રકાશનનાં કેટલાક મુળભૂત નિયમો જાણવા જરુરી છે.આ જાણકારી સ્વનિયંત્રણ નો એક પ્રકાર છે.
  • બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. (  નેટ જગતમાં કોપી પેસ્ટ વાળા બ્લોગનો સમાવેશ કરવામાં આવશે નહી.. અને જો તેમ કરતા પકડાશે તેઓનું નામ રદ થશે)
  • જાણીતા લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ વહેવાર હોઇ શકે પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ દુર કરવી
  • જો ખરેખર કૃતિ ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. ( મહદ અંશે લેખકો પરવાનગી આપતા જ હોય છે.. તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ)
  • ઘણા લોકો કોપી રાઈટએક્ટને દાંત અને નખ વિનાનો વાઘ માને છે જે ભુલ ભરેલ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા..દંડ અને જેલ પણ હોઇ શકે
  • કોઇને ઉતારી પાડવા અથવા ભળતા નામે બુરાઇ કરવાની જો કુટેવ હોયતો સત્વરે સુધારી લેશો.. બ્લોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોયછે તેમજ બ્લોગીંગમાં પણ છે. તેને લખનારો લેખક (ભલેને તે આભાસી નામે લખતો હોય) અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી શકે છે.
ફરીથી જણાવું કે કાયદા જાણો અને તેનાથી ડરો. તે વહેવારિક જીવન છે. તેના ઉલ્લંઘનો કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. ઝેરનાં પારખા ન હોય.. અને ઝેર પી ગયા પછી તેની અસરો આવે આવે અને આવેજ. આપણે નિજાનંદ માટે સર્જન કરીયે અને સાથે સાથે ધ્યાન રાખીયે કે તેમ કરતા તમારુ અહિત તો નથી થતુને…
આજે વિનયભાઇનો ઈ મેલ આવ્યો જેમાં તેમણે જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે:
  1. અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું મૌલિક લખાણ લખો. પ્લેજરિઝમ (બીજાના વિચાર પોતાના નામે), નફરત, ભય ફેલાવતું, અશ્લિલ, બીજાની માલિકીના ફોટા વાળું લખાણ લખવાથી દૂર રહો!
  2. લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકો. ધ્યાન રહે ચિત્રો પોતાના હોવા જોઈએ. પોતાના ન હોય તો બીજા વાપરી શકાય પણ તે માટે તેને યોગ્ય ક્રેડિટ અને સ્ત્રોતની લિન્ક દર્શાવવી જરૂરી છે. 
  3. લખાણેને યોગ્ય ‘ટેગ્સ’ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે ‘ટેગ્સ’ જરૂરી. તમારા લખાણને લગતા યોગ્ય ટેગ્સ મૂકેલા ન હોય તો તે લખાણ વાચકને માટે શોધવું અશક્ય બને. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો.
  4. જોડણી ભૂલો સુધારો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોડણી/ટાઈપ ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં ‘અક્ષર’ જેવા સ્પેલ ચેકર વાપરીને જોડણી ભૂલો સુધારી શકાય.
  5. લખાણને યોગ્ય મથાળું બાંધો. ઓછા વિરામ ચિહ્નો વાપરીને મથાળું બનાવો. ચબરાક મથાળું વધુ વાચકો ખેંચી લાવશે.
ઉપરની પાંચ ટિપ્સ એ વિનય ખત્રીના નહીં પણ જોય વિક્ટરીના વિચારો છે. ભાષાંતર વિનય ખત્રીએ કર્યું છે. મૂળ લેખ માટે જુઓ વર્ડપ્રેસ બ્લૉગ
(more reading on the same topic)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.