સોમવાર, 27 જાન્યુઆરી, 2014

માફી પત્ર - એક એકરાર.


પ્રતિ,
મારા વહાલા રીડર બીરાદાર્સ...!!
આજે ઘણા દિવસે (આમ તો ઘણા મહીને) કઈક એકરાર કરી લેવાનો વિચાર આવ્યો.
એમ થયું કે એ વિચાર નો અત્યારે જ અમલ કરી દઉં નહિ તો ફરી પાછો "ચોરાઉ વિચારોનો લેખક" બની જઈશ.

બન્યું એવું કે છેલ્લા કેટલાક મહિનાઓથી (લગભગ ઓકટોબર પછીથી) જે કઈ અહિયાં પોસ્ટ થયું એ બધું જ (હા, લગભગ બધું જ !!!) મે ક્યાંક થી ઉઠાવીને કોપી - પેસ્ટ કર્યું, અને પાછું મે કરેલી ચોરી ને "યોગ્ય" ગણાવવા માટે મારા બ્લોગની ટેગ લાઈન પણ મૂકી કે "ગમતું મળ્યું તો અલ્યા ગુંજે ન ભરીયે, ગમતાં નો કરીએ ગુલાલ...!! એ જ ન્યાયે અહિયાં ગમતાનો 'ગુલાલ' કરી રહ્યો છું." (જે હજુ પણ ચાલુ જ છે).

મિત્રો,
મારી વિચારહીન પરિસ્થિતિ ને છુપાવવા માટેનું આ એક પ્રકારનું "ગતકડું" હતું.
છેલ્લા કેટલાક સમયથી જીવનનાં ઉતાર ચડાવને સમજવામાં થાપ ખાઈ ગયો હતો એટલે જ મારી સ્થિતિ "વિચાર-શૂન્ય" થઇ ગયેલી.

પરંતુ 'એવી પરિસ્થિતિ માં કઈ આખી જીંદગી થોડું પડ્યું રહેવાય ?' એ વિચાર આવતા જ મન કૈક વિચારવા લાગ્યું.

હવેથી અહિયાં જે કઈ પણ પોસ્ટ કરીશ એ બધું જ મારા નાનકડા મગજનાં વિચારોનો પરિપાક હશે એની ખાતરી આપું છું.

છેલ્લા થોડાક સમય થી મારો ઈન્ટરવ્યુ પણ કેટલાક  જાગૃત નેટીજનો (નેટ જગત, શ્રી પાવનભાઈ, ગુજરાતી બ્લોગર્સ વગેરે) એ માંગ્યો હતો, પણ એ બધાને મે કોઈને કોઈ બહાને ઈન્ટરવ્યુ આપ્યો નથી. જેનું એકમાત્ર કારણ હોય તો એ છે કે "મારા બ્લોગ પર એ લોકોએ જે કઈ વાંચ્યું એમાંથી મારું તો કદાચ કઈ જ ન હતું...!! જે હતું એ વિચારો ની ચોરી માત્ર હતી. જો કે એ લોકો એ સપ્ટેમ્બર પહેલાનાં લેખો વાંચ્યા હોય અને ઈન્ટરવ્યુ માંગ્યો હોય તો કઈ કહેવાય નહીં...!!"

પણ એક વાત ની અત્રે કબુલાત સાથે માફી માંગી લઉં કે મે કરેલા આવા ક્ષુલ્લક કાર્ય થી મારા કોઈ વાચકનું દિલ દુભાયું હોય તો એ બધા ની હૃદય પૂર્વક માફી માંગુ છું. અને જે બ્લોગર્સ ના વિચારોની મે જાણ્યે અજાણ્યે ચોરી કરીને અહિયાં કોપી પેસ્ટ કર્યા છે એ તમામ બ્લોગર્સ ની પણ માફી માંગુ છું.

ફરી પાછો આવ્યો છું,
નવા વિચારો,
નવા ઉમંગ,
નવા ઉત્સાહ સાથે...!!

આશા રાખું કે આપ વધાવી લેશો.

લી. આપનો 'પવન' :)

1 ટિપ્પણી:

  1. Jay Swaminarayan Nirav
    Brave desicion , this is good for you to go to long run. further you may delete those articles and make your blog clean.
    don't affraid while doing some good.

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.