મંગળવાર, 2 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 01

તમારા હ્રદયને ઉત્સાહથી ભરી લો અને તમારી આગળ એક ખરેખર જ અદભુત વર્ષ આવીને ઉભું છે એ જાણ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરો.
દરેકેદરેક વસ્તુમાંથી ઉત્તમોત્તમને પ્રગટ થતું જુઓ.
આ કેટલું ઉજ્જવલ વર્ષ હશે એ હું તમને કહી શકું, પણ હું જે કહું છું તે તમે કૃતજ્ઞતાથી સભર હ્રદયે સ્વીકારો નહીં અને મારા શબ્દોમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને અતિ ઉત્તમની અપેક્ષા રાખો નહીં , તો પછી એ બનશે નહીં.
મારા અદભુત વચનોને તમારે વળગી રહેવું જોઈશે અને એમાં માનવું જોઈશે.
એ તમારે મન વડે માનવાની બાબત નથી, અંતઃસ્ફુરણા વડે માનવાની વાત છે.
પરમમાંથી, મારામાંથી જે આંતરિક જ્ઞાન આવે છે, તેના વડે માનવાની વાત છે.
આંતરચક્ષુથી કલ્પના કરો કે તમારે માટે  હું માર્ગ તૈયાર કરતો આગળ ચાલુ છું અને દેખીતી રીતે અશક્ય લાગતું હોય તેને શક્ય બનાવું છું.
જે લોકો મને ખરેખર ચાહે છે અને બધી બાબતોમાં મને અગ્રીમતા આપે છે તેમને ભાગે ઉત્તમ, અતિ ઉત્તમ, પૂર્ણ જ છે...!!
ઉઘડતાં દ્વાર અંતરનાં પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.