સોમવાર, 5 માર્ચ, 2018

માર્ચ 05

     અખિલ વિચારો, અખિલ થાઓ અને તમારા જીવનમાં અે અખીલાઈને પ્રગટ કરો.
અખિલ વ્યક્તિ થવા માટે તમારે તમારી જાતને જાણવી જોઈએ. તમે ક્યાં જઈ રહ્યા છો, શું કરી રહ્યા છો તે જાણવું જોઈએ અને પછી વિશ્વાસથી આગળ ચાલીને અખિલ, ઉજ્જવલ, સભર જીવન જીવવું જોઈએ.
તમારી જાત વિશે કે અખિલ બનવાની તમારી ક્ષમતા વિશે કદી શંકા સેવતાં નહિ.
આ શંકાઓ અને ભય અને ચિંતા જ, અખીલાઇ સ્થાપતા તમને અટકાવે છે, એટલે ચિંતા કરવાનું બંધ કરો, સકળ ભય અને શંકાને તિલાંજલિ આપો - એમ જાણીને કે હું હમેશાં તમારી સાથે છું અને મારી સાથે બધી બાબતો શક્ય છે.
પણ યાદ રહે કે, તમારા શ્રદ્ધા અને વિશ્વાસ સદાય મારામાં, તમારા ભગવાનમાં, તમારી અંદર રહેલા ઈશ્વરમાં રાખવાના છે.
મારી સાથે હાથમાં હાથ પરોવી ચાલો,
બધોયે વખત મારી સાથે સલાહ - વિચારણા કરો;
મને, તમને દોરવા, તમને દિશા દેખાડવા દો.
હું તમારી અંદર છું એટલે આપણા સીધાં સંપર્કમાં બહારની કોઈ જ બાબત દખલ કરી  શકે તેમ નથી.
આ જ્ઞાન થકી સલામતી ને સુરક્ષિતતા નો અનુભવ કરો.
તમારી સલામતી જ્યારે મારામાં રહેલી હોય ત્યારે બધું બરોબર, એકદમ જ બરોબર હોય છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.