મંગળવાર, 6 માર્ચ, 2018

માર્ચ 06

     એકી વખતે તમે એક જ વિચાર કરી શકો .
એટલે ધ્યાન રાખો કે વિચાર રચનાત્મક, વિધેયાત્મક, પ્રેમમય હોય; અને પછી તમે જોશો કે તમે રચનાત્મક બાબતો જ કહો છો અને પ્રેમમય રીતે જ કામ કરો છો.
હકીકતમાં તમારું સમગ્ર દૃષ્ટિબિંદુ વિધાયક બનશે અને તમારું જીવન પ્રેમ, આનંદ, સુખ, આરોગ્ય, સફળતા અને સંવાદિતાથી ભરાઈ જશે.
તમે અતિ આળા હો અને તમારામાં નકારાત્મક તેમજ વિનાશક વિચારો હોય ત્યારે અે તમારા સમગ્ર વ્યક્તિત્વને નબળું બનાવે છે, તમારું દૃષ્ટિબિંદુ ઝાંખું પડી જાય છે, તમે હતાશા અનુભવો છો અને શારીરિક રીતે માંદા પણ થઈ જાઓ છો.
તમારી ખોટી વિચાર- રીતીને કારણે તમે પોતે જ તમારી આ સ્થિતિ સર્જો છો, અે સમજવાની કોશિશ કરો.
એને બદલો અને તમે બધું જ બદલી નાખશો.
કદાચ તમે એમ કલ્પના કરતાં હશો કે તમે ઘણી બધી મુશ્કેલીઓથી ધેરાયેલા છો અને તમારી અે આખી પરિસ્થિતિ જ તમારી નકારાત્મક મન: સ્થિતિ માટે જવાબદાર છે; પણ ખરેખર શું એમ છે? તમારા વિચારો શું તમારા પોતાના નથી?
તમારી ચેતનાને ઉચે લઈ જવા માટે પ્રેમાળ, વિધેયાત્મક રચનાત્મક વિચારો કરવા માટે  તમે શું સ્વતંત્ર નથી?
આ બાબત જ તમારી સુખાકારી સર્જે છે.
પસંદગી હમેશાં તમારા જ હાથમાં હોય છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

3 ટિપ્પણીઓ:

Please comment with your own opinion.