બુધવાર, 7 માર્ચ, 2018

માર્ચ 07

     તમે તમારી અંદર શાંતિ અને સંવાદિતા પામી શક્યા ન હો ત્યાં સુધી દુનિયામાં શાંતિ અને સંવાદિતા સર્જવાની તમે આશા  રાખી શકો નહિ.
તમારે પોતાથી જ શરૂઆત કરવી જોઈએ; એક નાનકડી શરૂઆત કરી એને વિકસવા  અને વિસ્તારવા દેવી જોઈએ.
એક વિશાળ વટવૃક્ષ નો આરંભ એના સાવ નાનકડા ફળમાં થયો હોય છે, અને છતાં એ નાનકડા ટેટામાં બધું જ રહેલું હોય છે.
જગતની શાંતિ તમારી અંદર ધારણ થયેલી છે, તો પછી  એને એટલી વિકસવા ને વિસ્તારવા કેમ ન દો,  કે છેવટે અે અંદર સમાય ન શકે  અને બહાર ફેલાઇ પડે અને અે સાથે દુનિયામાં શાંતિ અને સંવાદિતા લઈ આવે! અે તમારી અંદર  આરંભાય છે, એટલે દુનિયામાં શાંતિ અને સંવાદિતા લઈ આવવામાં સહાય કરવા માટે તમારે જ અત્યંત મહત્વનો ભાગ ભજવવાનો છે, તે પ્રત્યે સજાગપણે સભાન થાઓ.
ખૂણે ઉભા  રહી દુનિયાની પરિસ્થિતિ માટે બીજાને કદી દોષ ન આપો પણ તમે પોતે જ ક્રિયાશીલ બની અે વિશે કશુંક કરો.
આમ, મારી મરજી પ્રમાણે કાર્ય કરતાં, મારા માર્ગ ચાલતા, મારો મહિમા કરતા પૂર્ણ શાંતિ ને પામો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.