શનિવાર, 10 માર્ચ, 2018

માર્ચ 10

      જે તમારા ઉપયોગ માટે છે, તેનો ઉપયોગ કેમ કરતા નથી?
તમારા ઓરડામાં વીજળીની બત્તી હોય તેનો શો અર્થ છે, જો તમે અે ચાલુ કરી ઓરડાને અજવાળાથી ભરી દેતા ન હો! શક્તિ અને સહાય માટે મારી તરફ મીટ માંડતા રહી, તમારી પ્રતીક્ષા કરી રહેલી પેલી બધી અદ્ભુત ભેટોનો તમે ઉપયોગ કેમ ન કરો?
તમારા પોતાના જોર પર મથામણ કરવાનું બંધ કરો, કારણ કે જ્યારે તમે મને જાણશો અને મને ચાહશો ત્યારે તમે મારા વિશે, મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે નિરંતર સચેત રહેવા ઈચ્છશો.
તમે અંજવાળામાં ચાલવાની ઈચ્છા કરશો, કારણ કે જ્યાં પ્રકાશ હોય ત્યાં પછી અંધારું રહેતું નથી.
તમે રચનાત્મક, વિધેયાત્મક હો છો અને અે રીતે જીવો છો ત્યારે અે દ્વારા તમે પ્રકાશ નું નિર્માણ કરો છો; એટલે તમારી અંદરની કોઈ નિષેધક બાબત એ પ્રકાશને ઝાંખો ન પડે તે જુઅો.
બધી નિષેધક બાબતો તમારામાંથી ખરી ન પડે અને આખોય વખત તમે વિધેયાત્મક રીતે જીવતાં ન શીખો ત્યાં સુધી કદાચ તમારે અે વિશે સભાન પ્રયત્નો કરવાની જરૂર પડે.
શરૂઆત માં તમારે અે વિશે ખાસ્સી કોશિશ કરવી પડે,
પણ ધીમે ધીમે તમારા માટે અે શ્વાસ  લેવા જેટલું સહજ બની જશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.