શુક્રવાર, 9 માર્ચ, 2018

માર્ચ 09

      તમે બીજાઓને સેવાભાવે આપતા શીખો છો, તેમ  એનાથી તમારું હૃદય ખુલે છે અને ખૂલેલું રહે છે.
મુક્તપણે અને આનંદથી તમે જેટલું વધારે આપો એટલો વધુ પ્રેમ તમારામાંથી બહાર રેલાય છે અને એટલો વધુ પ્રેમ તમે તમારા ભણી ખેચો છો.
તમે જેટલો વધારે પ્રેમ આપશો એટલો વધારે મેળવશો.
અે નિયમ છે.
પ્રેમનો તરત ને તરત પ્રતિસાદ ન મળે તો એથી કદી નાહિંમત ન થતાં.
માત્ર જાણો કે વહેલામોડું અે બનશે.
એટલે પ્રેમને વહેતો રાખો, કારણ કે પ્રેમ કદી 'ના ' - એવો જવાબ સ્વીકારતો નથી; પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી.
પ્રેમ કઈ ગોકળગાય જેવો નથી.
એનો  અસ્વીકાર થાય કે ઇનકાર થાય ત્યારે અે પોતાની અંદર સંકોરાય જતો નથી.
અે બીજો ગાલ ધરે છે અને પ્રેમ કર્યા જ કરે છે.
તમે અે કરી શકો?
તમારા એકલાની શક્તિથી અે ન કરી શકો, પણ મારી સાથે રહીને તો તમે ગમે તે કરી શકો.
બધોય વખત મારી મદદ માંગો, હું તમને કદી નિરાશ નહીં કરું.
તમને જણાશે કે તમે પ્રેમ કરી શકો છો, કરી શકો છો અને સહેજ પણ મુશ્કેલી  વગર અે કરતાં જ  રહી શકો છો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.