સોમવાર, 12 માર્ચ, 2018

માર્ચ 12

     લેશમાત્ર સંશય વિના જાણો કે જ હું પૂર્ણ છું તેમ તમે પૂર્ણ છો અને તમારામાં કોઈ ખોડ નથી.
આ પળથી જ તમારી અંદર જે સૌથી ઉત્તમ તત્વ છે તે જોવાનું શરૂ કરી દો અને અે રીતે તમારામાંથી અે અત્યુતમને જ બહાર લાવો.
અે તમારી અંદર ઊંડાણમાં છે જ,
પણ અે એટલું ગુપ્તપણે રહેલું છે કે એને દેખવાનું અઘરું છે.
આપણે એક છીએ એવું જ્યારે તમને સમજાશે ત્યારે તમને તમારામાં અતિ ઉતમના દર્શન થશે, તમારી જાતને લઘુ માનતા તમે અટકશો અને તમારા સાચા સ્વરૂપનાં સઘળાં ખોટા ચિત્રોને દૂર હટાવશો.
તમને પોતાને ફરી ફરી કહેતા રહી કે: હું અને પરમ પિતા એક છીએ, એટલે સુધી કહો કે એનો કંઇક અર્થ તમારી અંદર ઊતરવા માંડે.
તમે ખૂબ નિરાશ સ્થિતિમાં, ભગ્નોત્સાહ હો ત્યારે શાંતપણે તમારી જાતને અે કહો; અને વિષાદ ને આત્મદયાના કાદવમાંથી ધીરે ધીરે ઉપર ઊઠી રહ્યા છો અે અનુભવો.
ફરી ફરી અે કહેતા જ રહો, તમને અે શબ્દની યથાર્થતા નો અનુભવ થાય, સમગ્ર જીવનની એકાત્મતા તમે જોઈ શકો અને તમે અે જીવનના ભાગરૂપ છો એમ તમને જણાય ત્યાં સુધી એમ કહેતા જ રહો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.