સોમવાર, 19 માર્ચ, 2018

માર્ચ 18

     તમે જે કરો છો તેમાં તમારું હૃદય છે? તમે જે કરો છો તેમાં પ્રેમ અને પૂર્ણ નિષ્ઠાની મહોર ન હોય તો તમે નવું સ્વર્ગ અને નવી ધરા નહિ સર્જી શકો.
તમે ભલેને ગમે તે કરતાં હો, જે કરતાં હો તે મારા યશ અને મહિમા કાજે કરો.
પછી તમે અે એકદમ સુંદર રીતે કરવા ઈચ્છશો.
યાદ રાખો કે, કોઈ પણ કામ ફકત અે કરવાનું છે એટલા ખાતર કરતાં નહિ.
કામ પ્રત્યે તમારો એવો ભાવ હોય તો અે શરૂ કરતાં પહેલાં એકાંતમાં જતાં રહો, કૃપા (વાંછો) અને સૂર મેળવો.
તમારું વલણ બદલાય અને તમે અંદરથી શાંતિ અને સંવાદિતા અનુભવો, તે પછી જઈને અે કામ કરો.
તમારું વલણ યોગ્ય હશે તો તમને જણાશે કે તમે અે કામ પૂરેપૂરું સરસ રીતે કરી શકો છો, એટલું જ નહિ, અે ધણી વધારે ઝડપથી પણ કરી શકો છો, જે કાંઈ કરવાનું છે તે સુયોગ્ય ભાવ સાથે કરી શકો તેવા લોકો જેમ વધુ હશે તેમ વધુ જલદીથી મારું સ્વર્ગ પૃથ્વી પર અવતાર શકાશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.